Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ શખ્સ ફરાર થઈ ગયાઃ કુલ રૂ।.૭૭,૮૬૦નો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૧૭: જામનગર શહેર તથા જિલ્લામાં શનિવાર તથા રવિવારના દિવસોએ પોલીસે જુગાર પકડવા કાર્યવાહી હાથ ધરી સાત અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા. દરમિયાન ગંજીપાનાથી જાહેરમાં જુગાર રમતા કુલ ૨૬ શખ્સો ઝડપાયા હતા. ત્રણ નાસી ગયા હતા અને બાર મહિલા પણ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામ સ્થળેથી કુલ રૂ।.૭૭,૮૬૦ની રોકડ રકમ કબજે કરી હતી.
જામનગરના રાંદલનગર વિસ્તારમાં રમાબેન ચાવડા નામના મહિલાના ઘર પાસે ગઈકાલે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા જયપાલસિંહ પ્રભાતસિંહ જાડેજા, રમાબેન ભીખાભાઈ ચાવડા, વનીતાબેન કિશોરભાઈ મહેતા, ગીતાબા રણજીતસિંહ જાડેજા, અમીબેન નાજાભાઈ ટોયટા નામના છ વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૦,૧૫૦ કબજે કરાયા છે.
કાલાવડ શહેરની માછરડા સોસાયટીમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા હિતેશ મનસુખભાઈ ગોહેલ, રમીલાબેન ડાયાભાઈ ચંદ્રપાલ, અંજલીબેન અંકિતભાઈ સોંદરવા નામના ત્રણ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૩૨૨૦ કબજે કરાયા છે.
લાલપુર તાલુકાના પીપરટોડા ગામના મોટા તળાવ સીમ વિસ્તારમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા શક્તિસિંહ મહિપતસિંહ જાડેજા, રમેશભાઈ ગોકળભાઈ ચૌહાણ, વિવેક હિતેશભાઈ અગ્રાવત નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસને જોઈને અનિરૂદ્ધ ગોરધનભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ ભીખુભા જાડેજા, રજનીકાંત વિઠ્ઠલભાઈ સંઘાણી નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂ।.૨૫,૧૯૦ કબજે કરાયા છે.
લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં એક દુકાન પાસે શનિવારે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી વિક્રમસિંહ ગંભીરસિંહ જાડેજા, હેમંત વજસીશીભાઈ બેલા, દેવાયત ધનાભાઈ વસરા અને પીઠાભાઈ રાજશીભાઈ વસરા મળી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ।.૧૦,૨૫૦ રોકડા કબજે કરી જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની સોસાયટીમાં પણ શનિવારે બપોરે પોલીસે દરોડો પાડ્યો હતો. ગંજીપાનાથી જુગાર રમતા વિજયાબેન વજુભાઈ મકવાણા, ચંદ્રિકાબેન કાનાભાઈ મકવાણા, જયોત્સનાબેન કમલેશભાઈ ધુડા, રસીલાબેન રમેશભાઈ મકવાણા અને મનિષાબેન મનસુખભાઈ ચાવડા મળી પાંચ મહિલાઓ ઝડપાઈ હતી. પોલીસે પટમાંથી રૂ।.૨૨૦૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો હતો.
જામનગરના દિગ્વિજય પ્લોટ-૫૮ વિસ્તારમાં હિંગળાજ ચોક પાસે ગોળના ગોડાઉનવાળી શેરીમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા વિજય કરસનભાઈ અસવાર, મખન દેવીપ્રસાદ પટેલ, મુકેશ રામનરેશ ચમાર, દીપુ નિયામતઅલી, સાહિલ સંતોષ જાદવ, અનુપકુમાર રામચંદ રાજપૂત, છોટુ ભગીરથ રાજપૂત, બહાદુર સીતારામ યાદવ અને વિક્રમ ઝંડેલસિંગ રાવત, નનેરાજા મનોજ સહિત ૧૦ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ।.૧૫,૨૫૦ રોકડા કબજે કર્યા હતા.
જામનગરના ગોકુલનગર નજીકના રડાર રોડ પર શનિવારે બપોરે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા નીલુકુમાર રામકેશ કુશવાહા, મિથિલેશ બલવંતસિંહ કુશવાહા, મોહિત મુનીલાલ રાવત, શાનુ બદામસિંગ કુશવાહા, નીરજ ગીરેન્દ્રસિંહ કુશવાહા, રોહિત વિરેન્દ્રસિંહ અને અમરસિંહ રમેશસિંહ કુશવાહા મળી સાત શખ્સો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ।.૧૧,૬૦૦ રોકડા કબજે કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial