Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરને ચાર ભાગમાં વિભાજીત કરીને ૭ નવી જવાબદારી સોંપાઈ
જામનગર તા. ૧૭: જામનગરમાં ગુજરાત હિન્દુ સેના ગુજરાત સ્તરની ૨૦૨૬ની બેઠક પછી કામ કરવાની પદ્ધતિ અને સનાતન ધર્મને સર્વસ્વ ગણી સૈનિકોને મહત્ત્વના સૂચનો કર્યા હતા, શહેરમાં હિન્દુ સેના દ્વારા ૨૦૨૬ના ૬ માસમાં લવ-જેહાદના પોલીસ ચોપડે ન ચડેલ હોય તેવા કુલ ૧૮ કેસમાં એડવાન્સ હિન્દુ સેના આગળ વધતા ૧૩ કેસમાં સફળતા મળી હતી, ૪ માં બળાત્કાર સહિતની ફરિયાદ દાખલ કરાવી હતી. કુલ ૩૮ ગૌવંશ કતલખાને લઈ જવામાં કિસ્સામાં પોલીસ ચોપડે ચડાવ્યા વિના બચાવ્યા હતાં. અશાંતધારો લાગુ કરવા હિન્દુ સેનાના સહયોગથી કુલ ૭ અરજીઓ કરી હતી. અને ૨૫૦૦ થી વધુ લોકો સુધી અશાંતધારાની વિસ્તૃત માહિતી પહોંચાડેલ હતી. કુલ ૩ દુકાનો ૧૦ મકાનોને ફરી હિન્દુઓને પરત સોંપાવેલ જેમાં અન્ય સાંપ્રદાયના લોકોનો કબજો હતો ૬ માસમાં કુલ ૨ ધર્માંતરણના કેસની તપાસ રૂબરૂ પ્રયત્ન કરી અટકાવેલ હતા અને યજ્ઞ પવિત્ર પણ અપાવેલ હતી.
જામનગર શહેરને ચાર ભાગમાં વિભાજિત કરી હિન્દુ સેનાની નવી સાત જવાબદારીઓ સોંપવામાં આવી હતી. મુખ્ય કાર્યો સહિત નાના-મોટા અનેક કાર્યો પૂરા કરવામાં ગુજરાત યુવા પાંખના પ્રમુખ મયુર પટેલની ખાસ હાજરીમાં સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન શહેર પ્રમુખ દીપક પીલાઈ, લીગલ એડવાઈઝર સહદેવન મકવાણા, કપિલ જોશી, યુવા પ્રભારી કિશન નંદા, યુવા પ્રમુખ સાગર ચૌહાણ, યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, હિરેન ચંદન, મંથન અગેરા, મંત્રી સંજય ધનવાણી, વિવેક જાખરીયા, ઓમ ભાનુશાળી, નયન કથીરિયા, હર્ષ ભાનુશાળી, વિરજીભાઈ વિસાવડીયા, કુમાર ચાવડા, તેમજ વાલી શશીકાંતભાઈ સોની સહિતના સૈનિકોએ જહેમત ઉઠાવી હતી. જામનગરને ચાર વિભાગમાં વિભાજીત કરી એક વિભાગના દસ ભાગ કરી અન્ય ભાગમાં ભરતી અભિયાન ચલાવવા સાથે સનાતન પ્રશ્નોને વાંચા આપવા અને લવ જેહાદ, લેન્ડ જેહાદ, ગૌરક્ષા, ગૌસેવા તેમજ ધર્માંતરણને અટકાવવા વિશેષ માર્ગદર્શન ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા અપાયું સાથોસાથ જામનગરમાં બેદિવસીય અભ્યાસ વર્ગનું આયોજન કરવાનું નક્કી થયેલ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial