Advertisement
Author: નોબત સમાચાર

વિવિધ ટ્રેડમાં એડમિશન માટે ચોથો રાઉન્ડઃ પ્રવેશ પ્રક્રિયા ર૧મી ઓગસ્ટ સુધી લંબાવાઈ

વહેલો તે પહેલોના ધોરણે ઓનલાઈન રજીસ્ટ્રેશન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: આઈ.ટી.આઈ. જામનગરમાં   મિકેનિકલ ગ્રુપના વિવિધ ટ્રેડ માટે ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ૨૧ ઓગષ્ટ સુધી લંબાવાઈ છે.

રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર હસ્તકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરમાં ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે વિવિધ વ્યવસાયિક ટ્રેડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ત્રીજા તબક્કાની પ્રવેશ કામગીરી પૂર્ણ થયા બાદ, આઈ.ટી.આઈ.  જામનગરમાં મિકેનિકલ ગ્રૂપના વિવિધ ટ્રેડ જેવા કે મશીનિસ્ટ, ડ્રાફ્ટમેન મિકેનિકલ, ટર્નર, વેલ્ડર વગેરેમાં ખાલી બેઠકો ભરવા માટે ચોથા રાઉન્ડ અંતર્ગત ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને તા. ૨૧/૦૮/૨૦૨૬ કરવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે 'વહેલા તે પહેલા' ના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામ ઉમેદવારોના યોગ્ય માર્ગદર્શન અને સુવિધા માટે આઈ.ટી.આઈ. - જામનગર સંસ્થા ખાતે ખાસ વિનામૂલ્યે હેલ્પ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ હેલ્પ સેન્ટર ખાતેથી ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની સાથે ઓનલાઈન ફોર્મ પણ વિનામૂલ્યે ભરી આપવામાં આવી રહૃાા છે. આથી પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ આઈ.ટી.આઈ. - જામનગરનો રૂબરૂ સંપર્ક કરીને આ સુવિધાનો સીધો લાભ મેળવી શકશે.

વર્તમાન ઔદ્યોગિક જરૂરિયાતો મુજબ ટેકનિકલ ક્ષેત્રે કૌશલ્ય વર્ધન દ્વારા આત્મનિર્ભર બનવા તેમજ ઉજ્જવળ રોજગારીની તકો મેળવવા ઈચ્છતા જામનગર જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. હજુ સુધી પ્રવેશથી વંચિત રહી ગયેલા તમામ લાયક ઉમેદવારોએ સમયમર્યાદાનું ખાસ ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણે એટલે કે તા. ૨૧ ઓગસ્ટ-૨૦૨૬ સુધીમાં પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થાના આચાર્ય દ્વારા જાહેર અપીલ કરવામાં  આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh