Advertisement
Author: નોબત સમાચાર

મીલીપેડ ઈયળનો ઉપદ્રવ અટકાવવા ગાઈડલાઈન્સ જાહેર

જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭ જામનગર જિલ્લાના કેટલાક ગામડાઓમાં મીલીપેડ ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. સામાન્ય રીતે આ જીવાત માણસ જાત પશુ કે ખેતીના પાકોને નુકસાન કરતી નથી. પરંતુ વધારે ઉપદ્રવ હોય તો તેના નિયંત્રણ માટે ખેતીવાડી અધિકારી જામનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. માર્ગદર્શિકા મુજબ આ જીવાતનો ખોરાક કહેવાતા પદાર્થો છે. આ જીવાત ઘાસના ઢગલા, પાંદડાના ઢગલા, કચરો, કોહવાતા પદાર્થો, સડતા લાકડા વગેરે ઘરની આજુબાજુથી દુર કરવા અથવા સળગાવી નાશ કરવો, ભેજ દૂર કરવો, ઘરના બારી બારણા બંધ રાખવા, તિરાડો કે કાણા પૂરી દેવા, ઘરની દીવાલોમાં ત્રણ ફૂટ સુધી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, મીઠાના દ્રાવણનો છંટકાવ કરવો. જો વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક નિયંત્રણ માટે સાયપર મેથ્રીન ૨૫ મિ.લી., ફલોરપાયરી ફોસ ૫૦ મિ.લી., કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૧૦ ગ્રામ આ ત્રણેય દવા ૧૫ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ ખતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh