Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના મોટી ભલસાણ પંથકમાં દિપડો દેખાવાનો દાવો

વન વિભાગ દ્વારા પેટ્રોલીંગ શરૂ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર જિલ્લામાં ફરી એક વખત દિપડો દેખાયો છે. તાલુકાના મોટી ભલસાણમાં દિપડો જોવા મળ્યો હોવાની વન વિભાગને જાણ કરવામાં આવી છે, જો કે હજુ સુધી આ બાબતે સત્તાવાર કોઈ માહિતી નથી.

જામનગર તાલુકાના મોટી ભણસાણ ગામથી સીમના બન્ડ બાકી વિસ્તારમાં દિપડાના આંટાફેરા જોવા મળ્યો છે તેવો દાવો કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે.

આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી છે. આથી વન વિભાગની ટીમ દ્વારા આ ફરિયાદના આધારે પેટ્રોલીંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

જો કે વન વિભાગના અધિકારી દ્વારા જણાવાયા મુજબ હજુ સુધી દિપડાની હાજરી અંગેના કોઈ પુરાવા મળ્યા નથી. ક્યાંય ફૂટ પ્રિન્ટ પણ દેખાયા નથી, પરંતુ ફરિયાદ મળતા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગત્ માસે મોખાણા પંથકમાં દિપડો જોવા મળ્યો હતો અને આખરે તેને પાંજરે પૂરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh