Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના હડમતીયા નજીક સિંહણના આંટાફેરાઃ ફફડાટ

વન વિભાગે કરી પુષ્ટિ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહણના આંટાફેરા જોવા મળ્યાની ઘટનાની વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. સિંહણના ફૂટપ્રિન્ટના આધારે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ હડમતીયા નજીક સિંહણની હાજરી હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહણ જોવા મળતા ગ્રામજનોમાં અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, વન વિભાગે લોકોને ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવી સતર્ક લહેવા અપીલ કરી છે. વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે અને સિંહણની હિલચાલ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દરમ્યાન વન વિભાગે ખેડૂતોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખેડૂતો પોતાના ખેતરોમાં લગાવવામાં આવેલા ઈલેકટ્રીક શોકવાળા તાર હાલ બંધ રાખે તેમજ ખેતરોમાં આવેલા ખુલ્લા કૂવાઓની ફરતે કામચલાઉ દીવાલ કે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરે તેવી અપીલ કરવામાં આવી છે, જેથી સિંહણ સહિતના વન્ય પ્રાણીઓને કોઈ નુકસાન ન થાય.

વન વિભાગે જણાવ્યું છે કે, સિંહ વિના કારણ કોઈ માનવીને રંજાળતા નથી. સિંહ જાતિના પ્રાણીનું આપણા વિસ્તારમાં આગમન એ આપણું ગૌરવ છે. અને તેની રક્ષા કરવી એ આપણી સૌની ફરજ છે. તેથી ગ્રામજનોએ સિંહને જોવા માટે ટોળા વળવા કે તેની પાછળ જવા સહિતની કોઈપણ હરકત ન કરવી અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.

વન વિભાગની ટીમ દ્વારા હડમતીયા અને આસપાસના વાડી વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ અને મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો અને ગ્રામજનોને કોઈપણ સ્થળે સિંહણની હિલચાલ જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh