Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'જેવાયએલ-૧' સીઝન
જામનગર તા. ૧૭: જામનગરમાં સ્થાનિક યુવા ફૂટબોલ ખેલાડીઓની રમતને પ્રોત્સાહિત કરવા તથા ક્રાંતિ લાવવા જામનગર યુજ લીગ-૧ સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે.
હેન્ના એફસી દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેેશે, જવેમાં ફ્રેન્ચાઈઝ માલિકોને સહકાર સાંપડ્યો છે. ૧૭ ટીમોમાં (૧) શેવારી એફસી (કેનીથ કેશવાલા દ્વારા નેતૃત્વ) (ર)સેવન સીઝન એફસી (રાહુલ કેશવાલા દ્વારા નેતૃત્વ), (૩) પ્રાઈમ યુનાઈટેડ (પૂજારા ટેલીકોમ દ્વારા નેતૃત્વ), શિર કૃષ્ણ ફૂટબોલ ક્લબ (કૃષ્ણ ઈલેક્ટ્રીક દ્વારા નેતૃત્વ), ફોનિક્સ સ્ટ્રાઈકર (પ્રેરક ત્રિવેદી દ્વારા નેતૃત્વ) તથા ઈગ્નાઈટ એફસી (એકતા દેસાઈ દ્વારા નેતૃત્વ) નો સમાવેશ થાય છે.
આ ટુર્નામેન્ટમાં ફ્રેન્ચાઈઝીઓ દ્વારા ઉત્કૃષ્ટ રમત રમતા ખેલાડીઓની હરાજી પછી ૬૬ ચુનંદા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે જેથી ટુર્નામેન્ટના દરેક મેચ તીવ્ર રસાકસીભર્યા અને ઉચ્ચત્તમ રમત સાથેના બની રહેશે.
અઠવાડિયા સુધી ચાલનારી આ ફૂટબોલ ટુર્નામેન્ટના અંતે 'ગ્રાન્ડ ફિનાલે' મેચ રમાશે. આયોજક હેન્ના એફસી દ્વારા રમતગમત પ્રેમીઓ, સ્થાનિક ફૂટબોલ ચાહકોને સેન્ટઝેવિયર્સના મેદાનમાં ફૂટબોલના ભાવી સ્ટાર્સની રમત નિહાળવા અને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial