Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના જીવાપરમાં જંતુનાશક દવાના છંટકાવ વખતે ઝેરી અસરથી ખેડૂતનું મૃત્યુ

કપાસના પાકમાં દવા છાંટતી વખતે બન્યો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: કાલાવડના જીવાપરમાં રહેતા એક ખેડૂત દસેક દિવસ પહેલાં પોતાના ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વેળાએ દવાની અસર થઈ જતાં બેશુદ્ધ બની ગયા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધ્યું છે.

કાલાવડ તાલુકાના જીવાપર ગામમાં રહેતા ગિરધરભાઈ વેલજીભાઈ ફળદુ (ઉ.વ.૪૫) નામના ખેડૂત ગઈ તા.૪ના બપોરના સમયે પોતાના ખેતરમાં કપાસના ઉભા પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહૃાા હતા. દરમિયાન દવાની ઝેરી અસર થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન શનિવારે રાત્રે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના પિતા વેલજીભાઈ ગંગદાસભાઈ ફળદુએ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh