Advertisement
Author: નોબત સમાચાર

કર્મચારીએ બાકી લોન ન ચૂકવતા કરાયેલો દાવો થયો મંજૂરઃ વ્યાજ સાથે ચૂકવાશે રકમ

મકાન માટે પેઢી પાસેથી લીધી હતી લોનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરની એક ખાનગી પેઢીમાં નોકરી કરતા કર્મચારી દ્વારા મકાન માટે લોન લેવામાં આવી હતી. તે બાકી લોનની વસૂલાત માટે અદાલતમાં દાવો કરાયો હતો. અદાલતે વ્યાજ સાથે રકમ ચૂકવી આપવા હુકમ કર્યાે છે.

જામનગરમાં મહાદેવ ટર્ન ટેક નામની પેઢીમાં રાજકોટમાં માર્કેટીંગ મેનેજર તરીકે ફરજ બજાવતા જીથેશ કીટાનાકુટી નાયર નામના કર્મચારીએ મકાન લેવા માટે પેઢીના માલિક પાસેથી રૂ।.૭ લાખની લોન લીધી હતી. તેની ચૂકવણી માટે રૂ।.૬૦ હજાર આપ્યા પછી રૂ।.૬ લાખ ૪૦ હજાર બાકી રખાયા હતા.

તે રકમ ચૂકવવામાં જીથેશ નાયર દ્વારા ઠાગાઠૈયા કરાતા અને તેણે આપેલા ચેક બેંકમાં વસૂલાત વગર પરત ફરતા નોકરી મૂકીને ચાલ્યા ગયેલા જીથેશ નાયર સામે સિવિલ કોર્ટમાં સમરી દાવો કરાયો હતો. તે દાવામાં કાયદા મુજબ દસ દિવસમાં સામે વાળા હાજર ન થતાં અદાલતે વાદીનો દાવો મંજૂર કરી રૂ।.૬ લાખ ૪૦ હજાર છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને દાવાનો ખર્ચ પણ આપવા હુકમ કર્યાે છે. પેઢી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh