Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરવાડથી બાઈક પર ચાર મિત્ર દ્વારકા આવતા હતાઃ
દ્વારકા તા. ૧૭: દ્વારકા નજીકના બરડીયા ગામ પાસે ગઈકાલે સવારે એક મોટર આગળ જતા બે બાઈકને ઓવરટેક કરીને નીકળ્યા પછી મોટરના ચાલકે કોઈ કારણથી બ્રેક મારતા પાછળ આવતું એક બાઈક ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં જૂનાગઢના ચોરવાડ ગામના એક યુવાનનું ગંભીર ઈજાથી મૃત્યુ નિપજ્યું છે અને બીજા યુવાનને સારવાર આપવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામમાં રહેતા પરેશભાઈ જીતુભાઈ ડાભી (ઉ.વ.રર) તથા તેમના મિત્ર દેવજીભાઈ વજુભાઈ ચુડાસમા અને દીપકભાઈ ડાયાભાઈ પંડિત, રવિભાઈ નામના ચાર વ્યક્તિ બે મોટરસાયકલમાં ચોરવાડથી દ્વારકા દર્શનાર્થે જવા માટે નીકળ્યા હતા.
આ યુવાનો જ્યારે ગઈકાલે સવારે સાતેક વાગ્યે દ્વારકાથી છ કિ.મી. દૂર બરડીયા પાસે પહોંચ્યા ત્યારે જીજે-૮-બીબી ૯૧૦૧ નંબરની સ્વીફ્ટ મોટર ફૂલસ્પીડમાં ઓવરટેક કરીને ગઈ હતી. આ મોટરના ચાલકે આગળ જઈને અચાનક બ્રેક મારતા પાછળ આવતું પરેશભાઈ તથા દેવજીભાઈ ચુડાસમાનું બાઈક તેની સાથે ટકરાઈ પડ્યું હતું.
આ અકસ્માતમાં રોડ પર ફેંકાઈ ગયેલા પરેશભાઈ તથા દેવજીભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. બંનેને સારવાર માટે ૧૦૮ મારફત દ્વારકા હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે દેવજીભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પીએસઆઈ પાયલબેન ડાંગરે મોટરના ચાલક સામે નોંધાયેલા ગુન્હાની તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial