Advertisement
Author: નોબત સમાચાર

સુપ્રસિદ્ધ શ્રી સ્વયંભૂ કનકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ ભાવિક ભક્તોનો ધસારો

જોડિયાના બાદનપર નજીક આવેલા

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૧૭: જોડિયાના બાદનપર નજીક શ્રી સ્વયંભૂ કનકેશ્વર મહાદેવદાદાનું પ્રાચીન મંદિર આવેલુ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ શ્રી કનકેશ્વર મહાદેવદાદાના દર્શન અને પૂજા કરવા માટે શિવભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. એક લોકવાયકા મુજબ બાદનપર નજીક એક ખેડૂતે પોતાના ખેતરમાં ખોદકામ કરી રહ્યો હતો. આ કાર્ય દરમિયાન પથ્થરમાંથી લોહી વહેતુ થયું હતું. આ સમયે એક ગાય આવીને આ પથ્થર પર દૂધની ધારાથી અભિષેક કર્યો હતો. ખેડૂતે આ બાબતે ગ્રામજનોને માહિતી આપી હતી. આમ ત્યારથી જ આ શિવલીંગને સ્વ્યંભૂ કનકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.

જોડિયા બાદનપર તેમજ આસપાસના ગામોમાંથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં દર્શન અને પૂજા માટે આવતા હોય છે. પ્રાકૃતિક હરિયાળીવાળા આ વાતાવરણમાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસ દરમિયાન રૂદ્રાભિષેક, લઘુરૂદ્ર તથા બાવન ગજની ધ્વછજા શિવભક્તો દ્વારા ચડાવવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વે શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરને પુષ્પોથી સુશોભીત કરવામાં આવે છે. બાદનપર મંડળ દ્વારા કેળિયા રાસ અને ભજનોની રંગત શ્રાવણ માસ દરમિયાન જોમ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh