Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોકા, ઢીકાપાટુથી મારની ચાર સામે ફરિયાદઃ
જામનગર તા. ૧૭: જામનગરના સિકકા પાસે કારા-ભુંગામાં એક બંધ ગલીમાં રહેતા યુવાને તે ગલીમાંથી નીકળવું ફરજિયાત હોવાથી તેઓ અવરજવર કરતા હતા. તેઓને આ સ્થળેથી નીકળવાની મનાઈ કરી એક શખ્સ તથા ત્રણ મહિલાએ ધોકા-ઢીકાપાટુથી માર માર્યાે હતો.
જામનગર તાલુકાના સિક્કા વિસ્તારમાં આવેલા કારા-ભુંગામાં સબ સ્ટેશન પાસે ગલીમાં રહેતા દીપકભાઈ કેશુભાઈ ચૌહાણનું મકાન ગોવિંદ ભીમાની ચાલીમાં છેલ્લે આવેલું હોવાથી તેમને ઘરેથી બહાર જવા માટે આ જ ગલીમાંથી પસાર થવું પડે છે. દરમિયાન આ ગલીમાં રહેતા પુષ્પાબેન વાલજીભાઈ ચૌહાણે દીપકભાઈને ગલીમાંથી પસાર થવાની ના પાડી હતી.
તે દરમિયાન શનિવારે દીપકભાઈ ગલીમાંથી પસાર થઈ રહૃાા હતા ત્યારે પુષ્પાબેન વાલજીભાઈ, સુરેશ વાલજીભાઈ, જયોત્સનાબેન વાલજીભાઈ અને ખીમીબેન વાલજીભાઈ ચૌહાણ નામના ચાર વ્યક્તિએ તેમને અટકાવી ધોકા તથા ઢીકાપાટુ વડે માર માર્યો હતો.
હુમલા દરમિયાન દીપકભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હુમલામાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે ગુન્હો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial