Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટથી રૂપાલાને મળવા જઈ રહ્યા હતા ત્યારે
રાજકોટ તા. ૭: રામ મોકરીયા રાજકોટથી રૂપાલાને મળવા જતા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં, તેઓને આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે.
સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, રામ મોકરીયા રાજકોટથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસે જતા હતા ત્યારે રસ્તામાં તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા છે. આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
મળતી માહિતી અનુસાર, રાજયસભાના સાંસદ રામ મોકરિયા રાજકોટથી અમરેલી પરસોત્તમ રૂપાલાને મળવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન રસ્તામાં જ રામભાઈ મોકરિયાની તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક આટકોટની કે.ડી. પરવડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગેની જાણ થતાં જ ભાજપના આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં.
ગુજરાતના રાજયસભાના સાંસદ રામ મોકરિયાએ આજે વહેલી સવારે પત્ની સાથે મતદાન કર્યુ હતું. સાથે જ તેમણે ફરી એક વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા લોકોને અપીલ કરી હતી. મતદાન બાદ રામ મોકરિયા રાજકોટથી પરસોત્તમ રૂપાલાને મળવા જવા નીકળ્યા હતાં. પરંતુ તે પહેલા જ રામ મોકરિયાની રસ્તામાં તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. રામ મોકરિયાને આટકોટ કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે અમરેલીથી પરસોત્તમ રૂપાલાએ હોસ્પિટલ આવી ખબર-અંતર પૂછ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial