Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતદેહનો પોલીસે સંભાળ્યો કબજોઃ
જામનગર તા. ૭: જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનથી અંધાશ્રમ વચ્ચેના ૧૯૮ નંબરના રેલવે ફાટક પરથી પસાર થતી એક ટ્રેન હેઠળ ગઈકાલે બપોરે અજાણ્યા મહિલા ચગદાઈ ગયા છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનથી અંધાશ્રમ વચ્ચે આવેલા રેલવેના એલસી ૧૯૮ નંબરના ફાટક નજીકની ઓરડી પાસેથી ગઈકાલે બપોરે એક ટ્રેન ધમધમાટ પસાર થઈ હતી.
તે ટ્રેન હેઠળ ચાલીસેક વર્ષના એક અજાણ્યા મહિલા આવી ગયા હતા. ટ્રેનના તોતિંગ પૈડા હેઠળ ચગદાઈ જવાથી આ મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. થોડે દૂર જઈ ટ્રેન થંભી ગઈ હતી. રેલવેકર્મી કિશોરસિંહ કે. જાડેજાએ પોલીસને જાણ કરી છે. સિટી સી ડિવિઝનના એએસઆઈ ફિરોઝ દલે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial