Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રમિક પરિવાર પર થયો વજ્રઘાતઃ
જામનગર તા. ૭: ધ્રોલમાં આવેલા એક જર્જરિત બિલ્ડીંગનો કેટલોક હિસ્સો ગઈકાલે બપોરે ધસી પડ્યો હતો. તે બિલ્ડીંગ નજીક ઝૂંપડા વાળીને રહેતા શ્રમિક પરિવારના બાળકો ત્યાં રમતા હતા તેમાંથી એક બાળકી અને તરૂણ ધસી પડેલા કાટમાળમાં દબાઈ ગયા હતા. ગંભીર ઈજા થવાથી તરૂણનું મૃત્યુ નિપજ્યું છે અને બાળકીને ઈજા થઈ છે. જેસીબીથી કાટમાળ હટાવવામાં આવ્યો હતો.
ધ્રોલથી રાજકોટ તરફના ધોરીમાર્ગ પર આવેલી નૂરી સ્કૂલ નજીકનું કુમાર છાત્રાલય લાંબા સમયથી બંધ પડ્યું છે. તાલુકા પંચાયત સંચાલિત આ સાર્વજનિક કુમાર છાત્રાલયની હાલત હાલમાં જર્જરિત બની ગઈ છે અને તેનો કેટલોક હિસ્સો અગાઉ તૂટી પણ પડેલો છે. તે બિલ્ડીંગની નજીકમાં કેટલાક શ્રમજીવી પરિવારો ઝૂંપડા બાંધીને વસવાટ કરે છે.
ત્યાં આવેલા એક ઝૂંપડામાં વસવાટ કરતા શ્રમિક હરસુખભાઈ ભીખાભાઈ સાડમીયા નામના દેવીપૂજક યુવાનનો ૧૨ વર્ષનો પુત્ર ગોપાલ તથા અન્ય બાળકો ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે કુમાર છાત્રાલય નજીક રમતા હતા. આ વેળાએ અચાનક જ છાત્રાલયની ઈમારતનો છત તથા દીવાલનો ભાગ ધસી પડતા તેની નીચે ગોપાલ તથા આરોહી રવિભાઈ પરમાર (ઉ.વ.૭) સહિતના બાળકો દબાઈ ગયા હતા.
દીવાલ પડવાનો અવાજ સાંભળતા ઝૂંપડામાંથી શ્રમિક પરિવારો દોડ્યા હતા. તેઓએ અંદરથી બાળકોને કાઢવાની તજવીજ કરવાની સાથે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. દોડી ગયેલા ધ્રોલ પોલીસ તથા ધ્રોલ નગર પાલિકાના સ્ટાફે ધસી પડેલા કાટમાળમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા. જેમાં આરોહી પરમારને ઈજા થયેલી જણાઈ આવી હતી. ગંભીર ઈજા પામેલા ગોપાલ હરસુખભાઈ સાડમીયાનું મૃત્યુ નિપજ્યું હતું.
જર્જરિત ઈમારતનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હોય તેને હટાવવા માટે જેસીબી મંગાવવામાં આવ્યું હતું. જેસીબીથી કાટમાળ દૂર કરી તેમાં અંદર કોઈ બાળક નથી ને? તેની ખાતરી કરવામાં આવી હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે મૃતક બાળકના પિતા હરસુખભાઈ ભીખાભાઈ સાડમીયાનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial