Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા હોમગાર્ડઝ કચેરી તેમજ અન્ય કચેરીઓના કર્મયોગીઓને ચૂંટણી ફરજ માટે વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન તળે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીગણ તેમનો કિંમતી મત સમયસર પહોંચાડી શકે તે હેતુથી બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના અનુસંધાને ધ્રોળ, કાલાવડ અને જામનગર શહેરના ૩પ૦ જેટલા હોમગાર્ડઝ સદસ્યોએ બેલેટ પેપર વડે મતદાન કર્યું હતું. જ્યારે બાકીના હોમગાર્ડઝ સદસ્યો ઈડીસીના માધ્યમથી મતદાન કરશે. જેમાં કુલ ૯૩૦ જેટલા હોમગાર્ડઝ સદસ્યો મતદાનની પ્રક્રિયામાં સામેલ બનશે. હાલમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે જિલ્લાના હોમગાર્ડઝ સદસ્યોની રાજકોટ અને મોરબી જિલ્લામાં નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial