Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: જામનગરમાં તીવ્ર ગતિએ પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ઝપાટાબંધ રીતે ફૂંકાયેલા તેજીલા વાયરાઓ વચ્ચે સતત ઘટતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ર.૮ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડગ્રીએ પહોંચી જતાં ગરમીમાં પણ વધારો થયો હતો.
જામનગરમાં હાલ તેજીલા વાયરાઓનો દોર ચાલી રહ્યો છે જે ગઈકાલે પણ યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.એ પહોંચી જતા મીની વાવાઝોડા સમાન માહોલ સર્જાયો હતો. ઘણી જગ્યાએ ગૃહિણીઓએ બહાર સૂકવેલા કપડા ચિપટી સહિત ઊડી ગયા હતાં. ઝપાટાબંધ રીતે ફૂંકાતા તીવ્ર પવનના પગલે ધૂળના કણ ઊડતા લોકોને તેમના ઘરની વધારે વખત સફાઈ કરવાની ફરજ પડી હતી. ધૂળના કણ આંખમાં પડતા ખાસ કરીને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નગરમાં તેજીલા પવન વચ્ચે સતત ઘટી રહેલા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર.૮ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી અને ૧ ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગઈકાલે બપોરે પ્રજાજનોએ આકરા તાપનો અનુભવ કર્યો હતો. ગતિમાન પવનના પગલે સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial