Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાવવા-લઈ જવાની તંત્રે વ્યવસ્થા કરતા મતદાન શક્ય બન્યું: જશુબેન
ખંભાળિયા તા. ૭: ખંભાળિયામાં તંત્રે કરેલી વ્યવસ્થાના કારણે દિવ્યાંગ દંપતીએ ઉત્સાહભેર મતદાન કરીને કહ્યું હતું કે, ઘરેથી મતદાન મથક સુધી લાવવા-લઈ જવાની તંત્રની સુંદર વ્યવસ્થાના કારણે મતદાન શક્ય બન્યું છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ મતદાતા મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોની માંગણી પ્રમાણે તેઓને મતદાન બુથથી પીક ડ્રોપ તથા વ્હીલચેરની સુવિધા આપવામાં આવી રહી છે.
જિલ્લા ચૂંટણી તંત્રની આ સુવિધાને દિવ્યાંગ દંપતી નથુભાઈ અશવાર અને જશુબેન અશવાર દ્વારા સરાહના કરવામાં આવી છે. જી.વી.જે. શાળામાં મતદાન કરવા આવેલા જશુબેન અશવારે જણાવ્યું હતું કે, આજે અમે અહીં મતદાન કરવા આવ્યા છીએ. સમાજ સુરક્ષા કચેરી દ્વારા અમને ઘરેથી અહીં મતદાન મથક સુધી લાવવા-લઈ જવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને અમે શાંતિથી મતદાન કરી શક્યા છીએ. વધુમાં જણાવ્યું કે, તમામ મતદાતાઓએ મતદાનનો ઉપયોગ કરી લોકશાહીનો અવસર ઉજવવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial