Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સહિત દેશમાં લોકસભાની ૯૩ બેઠકો માટે બપોર સુધીમાં ૪૦% મતદાન

ક્યાંક લાઈનો લાગી તો ક્યાંક પાંખી સંખ્યામાં મતદારોઃ ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક ચાલી રહ્યું છે મતદાનઃ

નવી દિલ્હી/અમદાવાદ તા. ૭: આજે ૧૭ મી લોકસભાની ગુજરાતની રપ સહિત ૯૩ બેઠકો માટે ૧૧ રાજ્યો અને બે કેન્દ્રા શાસતિ પ્રદેશોમાં મતદાન થઈ રહ્યું છે. એકંદરે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. રાષ્ટ્રીય અને રાજ્યના દિગ્ગજોએ અલગ અલગ સ્થળે મતદાન મથકોમાં મતદાન કર્યું છે. પી.એમ. નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય કેન્દ્રિય મંત્રીઓએ પણ ગુજરાતમાં મતદાન કર્યું છે.

ગુજરાત સહિત દેશમાં લોકસભાની ૯૩ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, તે ઉપરાંત ગુજરાતની ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે. રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજો તથા રાજ્યના નેતાઓએ પણ મતદાન કર્યું છે. ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. કેટલાક સ્થળે શરૂઆતથી જ લાઈનો દેખાતી હતો, તો ક્યાંક પાંખુ મતદાન થયું છે.

લોકસભા ચૂંટણીના મહાપર્વની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સહિત ઘણા દિગ્ગજ નેતાઓ ગુજરાત પહોંચ્યા હતાં અને અહીં મતદાન કર્યું હતું. આ દરમિયાન આ વખતે ત્રીજા તબક્કામાં મહત્ત્વપૂર્ણ ૧૦ કેન્દ્રિય મંત્રીઓની કિસ્મત પણ દાવ પર લાગેલી છે. જેમાં અમિત શાહ ગૃહમંત્રી (ગાંધીનગર બેઠક), જ્યોતિરાદિત્ય સિંધિયા નાગરિક ઉડ્ડયન મંત્રી (ગુના સીટ), મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રી (પોરબંદર બેઠક), નારાયણ રાણે, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી (રત્નાગિરી સિંધુ દુર્ગ બેઠક), એસ.પી. સિંહ બઘેલ, કેન્દ્રિય આરોગ્ય રાજ્ય મંત્રી (આગ્રા સીટ), શ્રીપદ યસો નાઈક કેન્દ્રિય પ્રવાસન રાજ્યમંત્રી (ઉત્તર ગોવા), પરસોત્તમ રૂપાલા કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી (રાજકોટ બેઠક).

દેશમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું જે મતદાન ચાલી રહ્યું છે, તેમાં ૧૧ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૩ બેઠકો પર ૧૩૦૦ થી વધુ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ, શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને આસામમાં એઆઈયુડીએફ નેતા બદરૂદ્દિન અજમલ પણ મોટા ચહેરા છે, જેમનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે. બંગાળમાં પણ ૪ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જ્યાં કડક સ્પર્ધાની અપેક્ષા છે.

ત્રીજા તબક્કા હેઠળ ઉત્તરપ્રદેશની ૧૦ લોકસભા સીટો સંભલ, હાથરસ, ફતેહપુર સિકરી, ફિરોઝાબાદ, આગ્રા, મૈનપુરી, બદાઉન, એટાહ, અમલા અને બરેલીમાં મતદાન થશે. આ તબક્કામાં ઉત્તરપ્રદેશ (૧૦) ઉપરાંત ગુજરાતની રપ, કર્ણાટકની ૧૪ અને મહારાષ્ટ્રની ૧૧ બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત મધ્યપ્રદેશની ૯, છત્તીસગઢની ૭, બિહારની પ, આસામ અને પશ્ચિમ બંગાળની ૪-૪ બેઠકો પર ચૂંટણી યોજાશે. ઉપરાંત ગોવા (ર), દેવુસિંહ ચૌહાણ સંચાર રાજ્ય મંત્રી (ખેડા બેઠક), ભગવંત ખુબા કેન્દ્રિય રાજ્યમંત્રી (બિદર બેઠક) અને પ્રહ્લાદ જોષી કેન્દ્રિય મંત્રી (ધારવાડ બેઠક) નો સમાવેશ થાય છે.

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (ર બેઠો) પર મતદાન કરવામાં આવશે.

આ તબક્કામાં યુપીમાં સૌથી મોટો ચહેરો મૈનપુરી બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ છે, જે પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની પણ છે. તેમના સસરા મુલાયમસિંહ યાદવના અવસાન પછી યોજાયેલી પેટાચૂંટણીમાં તેઓ અહીંથી જીત્યા હતાં. ઉત્તરપ્રદેશના પ્રવાસન મંત્રી જયવીરસિંહ મૈનપુરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જયવીર સિંહને ડિમ્પલ સાથે સખત સ્પર્ધા માનવામાં આવે છે.

ગુજરાતમાં કુલ પ૦,૭૮૭ મતદાન મથકો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૩૩,૪૭પ મતદાન મથકો છે, જ્યારે શહેરી વિસ્તારમાં ૧૭,ર૦ર મતદાન મથક આવેલા છે. રાજ્યમાં ૧૧૦ મતદાન મથકો એવા છે, જ્યાં મતદારોની સંખ્યા ૧,પ૦૦ થી વધી ગઈ છે. મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે, તેમજ મુખ્ય નિર્વાચીન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનીટરીંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

રપ હજાથરી વધુ મતદાન મથકોએથી લાઈવ વેબકાસ્ટિંગ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ર૦ર૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના પ૦ ટકાથી વધુ મતદાન મથકોએથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના કુલ પ૦,૭૮૮ મતદાન મથકો પૈકી રપ હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત કેન્દ્રિય મંત્રીઓ તથા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના દિગ્ગજોએ ગુજરાતમાં મતદાન કર્યું છે.

વહેલી સવારથી મતદાન કરવા માટે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો મતદાન કરવા માટે લાઈનોમાં ઊભા છે. સાઉથ બોપલના સિવિક સેન્ટરમાં સૌથી લાંબી લાઈન જોવા મળી હતી, તો કેટલાક સ્થળે લાંબી લાઈનો હોય તો, કેટલાક સ્થળે પાંખું મતદાન થતા રાજકીય કાર્યકરો કામે લાગ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh