Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોએ અચૂક પણે મતદાનની ફરજ નિભાવવીઃ હર્ષવર્ધન ઓઝા

જામનગર જિલ્લામાં કુલ ૧૦,ર૦૪ દિવ્યાંગ મતદારોઃ

જામનગર તા. ૭: જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. જિલ્લાના તમામ મતદાન મથકો પર નાગરિકો માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ જેવી કે પીવાનું પાણી, બેસવાની સુવિધા, માર્ગદર્શન, તડકો ન લાગે તે માટે શેડ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે દિવ્યાંગ મતદારોને લઈ આવવા-લઈ જવાની તથા વ્હીલચેરની પણ વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

જામનગરના ૭૩ વર્ષની ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિક હર્ષવર્ધન ઓજા પોતાનો કિંમતી મત આપીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓએ મતદાન કર્યા પછી જણાવ્યું હતું કે, મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે, ત્યારે હું વરિષ્ઠ અને દિવ્યાંગ લોકોને ખાસ મતદાન કરવા માટે અપીલ કરૂ છું.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં દિવ્યાંગો દ્વારા સંચાલિત પ મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જેમાં ૭૭-માવાપર, ૭પ-બેડી-પ, ૧૬૯-જામનગર (ખંભાળિયા હાઈવે), રર-જામનગર (કૃષ્ણનગર મેઈન રોડ), ૮૧-લાલપુર-૧૧ નો સમાવેશ થાય છે. જામનગર જિલ્લામાં કુલ ૧૦,ર૦૪ દિવ્યાંગ મતદારો નોંધાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh