Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેકનિકલ ઈન્સ્પેક્શન સંપન્ન થતાં જ
દ્વારકા તા. ૭: દ્વારકાની ગોમતી નદી પર પંચકૂઈને જોડતો સુદામા સેતુ ટૂંક સમયમાં ખુલ્લો મૂકાશે, તેવા સંકેત દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષે આપ્યો છે.
દ્વારકાની ૫વિત્ર ગોમતી નદીના બન્ને કાંઠાને જોડતા તેમજ દ્વારકાધીશ મંદિર પછી પ્રવાસીઓનું પ્રથમ આકર્ષણ સમા સુદામા સેતુ ખૂલે તેવા સંકેતો મળી રહ્યા છે. દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તથા રિલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણીએ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં કાળીયા ઠાકોરજીના દર્શન પછી પત્રકારોને સંબોધતા જણાવેલ કે લાંબા સમયથી સુદામા સેતુ બંધ હોય તેને ટૂંક સમયમાં જ ટેકનિકલ ઈન્સ્પેક્શન કરાયા બાદ ખૂલ્લો મૂકવા તજવીજ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ આશરે બે વર્ષ જેટલા સમયગાળા સુધી સુદામા સેતુ બંધ રહ્યો હોય જેના કારણે યાત્રાધામનું પ્રથમ પર્યટન આકર્ષણ સમા સુદામા સેતુની મુલાકાતથી દરેક યાત્રિકે વંચિત રહેવું પડ્યું હતું. દરરોજના આશરે પાંચ હજારથી વધુ પર્યટકોની અવર જવરવાળા બ્રીજ બંધ રહેતા સેંકડો લોકોને રોજગારીનો પણ પ્રશ્ન થયો હતો જે હવે સુદામા સેતુ પુનઃ ખૂલતા દૂર થશે અને પ્રવાસીઓને પર્યટન માટેનું નઝરાણું પુનઃ પ્રાપ્ત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial