Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાના ૧ર૪૭ માંથી ૭ મોડેલ મતદાન મથક બનાવાયાઃ
જામનગર તા. ૭: જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ૩-જામનગર (શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય) આદર્શ મતદાન મથક બાંધણીથી સુશોભિત કરાયું હતું, જે મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જામનગર જિલ્લામાં કુલ ૧ર૪૭ મતદાન મથકો છે જે પૈકી સાત મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભામાં સમાવિષ્ટ ૩-જામનગર (કૃષ્ણનગર મેઈ રોડ) શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં આદર્શ મતદાન મથકમાં જામનગરની પ્રખ્યાત બાંધણીની થીમ રાખવામાં આવી છે.
અહીં મતદાન આપવા આવેલા નિર્મળાબેને જણાવ્યું હતું કે, મતદાન મથક ઉપર દીવાલોમાં રંગબેરંગી બાંધણીઓ જોઈને મને ઘણો આનંદ થયો છે. જામનગરનો જુનામાં જુનો બાંધણી ઉદ્યોગ એ જામનગરની આગવી ઓળખ છે. જામનગરની ઘણી મહિલાઓ બાંધણીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને જામનગરની દરેક મહિલાઓ પાસે બાંધણી અવશ્ય જોવા મળશે. માત્ર જામનગરમાં જ નહીં, પરંતુ બાંધણી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
નાગરિકોને મતદાન અંગેની અપીલ કરતા જણાવ્યું હતું કે, મેં મારો કિંમતી મત આપી દીધો છે, અને પાત્રતા ધરાવતા દરેક લોકોએ ઘરમાંથી બહાર નીકળી અવશ્ય મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial