Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતાઃ
ખંભાળિયા તા. ૬: કલ્યાણપુરના રાવલ ગામમાં થોડા દિવસ પહેલાં એક પ્રૌઢ આખલાની હડફેટે ચઢી ગયા હતા. વધુ સારવાર માટે અમદાવાદ દવાખાને ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામમાં રહેતા જમોડ કરશનભાઈ ભીમાભાઈ (ઉ.વ.પપ) નામના કોળી પ્રૌઢ થોડા દિવસ પહેલાં એક આંખલાના શીંગડે ચડી ગયા હતા. તેઓને પછાડાતા ગંભીર ઈજા પામેલા કરશનભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે આ પ્રૌઢને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન આ પ્રૌઢનું શનિવારે મૃત્યુ નિપજ્યું છે. આખલાની હડફેટે ચઢી જવાથી કોળી પ્રૌઢના મૃત્યુના અહેવાલથી ગમગીની પ્રસરી છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial