Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવાનને માર મારવાના કેસમાં છૂટકારોઃ
જામનગર તા. ૭: જામનગરમાં નવ વર્ષ પહેલાં સાળા-બનેવી પર હુમલો કરવાના ગુન્હામાં બે મહિલા સહિત છ સામે ગુન્હો નોંધાયો હતો. અદાલતે તમામ આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. જ્યારે એક યુવતી સાથે વાત કરવાના મુદ્દે એક યુવાનને માર મારવાના કેસમાં બે આરોપીનો છૂટકારો થયો છે.
જામનગરના ભરતસિંહ ભાવસિંહ રાઠોડ નામના યુવાન પર ગઈ તા.૭-૭-૧૫ના દિવસે જયંતીભાઈ નરશીભાઈ ભરડવા, મનસુખ નરશીભાઈ, સંજય નરશીભાઈ, સંજય મોહનભાઈ ચાવડા, સંગીતાબેન, નરશીભાઈ, ભારતીબેન જયંતીભાઈ નામના વ્યક્તિઓએ ઘર પાસે આવી અમારી સામે કેમ જુઓ છો તેમ કહી ગાળો ભાંડ્યા પછી કાળુભા વિભાજી પર પાઈપ, ધોકાથી હુમલો કર્યાે હતો. કાળુભાને બચાવવા જતાં ભરતસિંહ પર પણ હુમલો કરાયો હતો.
આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં કોર્ટે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના ચેતન સુનિલભાઈ હમીરપરા નામના યુવાનને મેન્ટલ હોસ્પિટલ પાસે રોકી જયદીપસિંહ સહદેવસિંહ જેઠવા અને કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા નામના શખ્સોએ એક યુવતી સાથે વાત કરવાનું મનદુખ રાખી લાકડી, છરી વડે હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસમાં બંને આરોપીનો છૂટકારો ફરમાવાયો છે. બંને કેસમાં આરોપી તરફથી વકીલ નિર્મળસિંહ પી. સરવૈયા, એચ.બી. પરમાર, બ્રિજેશ ત્રિવેદી, સુમીત વડનગરા, ભાવસિંહ જાડેજા, વિવેક વશીયર તથા દિવ્ય ધામેચા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial