Advertisement
Author: નોબત સમાચાર

વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિના થયેલા અવસાનના કિસ્સામાં વળતર અંગે સમાધાન

નગરના દંપતીને અકસ્માતમાં ઈજા બદલ વળતરઃ

જામનગર તા. ૭: જામનગરના મોટી બાણુગારના પ્રૌઢનું તથા ધ્રોલના પિતા-પુત્રના વાહન અકસ્માતમાં મૃત્યુ થયા હતા. તેઓના વારસોએ વળતર મેળવવા કરેલી અરજી સંદર્ભે બંને પક્ષ વચ્ચે સમાધાન સધાયું છે. જ્યારે જામનગરના એક પરિવારને કાલાવડ પાસે થયેલા અકસ્માતમાં પણ વળતર ચૂકવવા વીમા કંપનીએ જવાબદારી સ્વીકારી છે.

ધ્રોલના છગનભાઈ વિરજીભાઈ પરમાર તથા તેમના પુત્ર ધીરજભાઈ પરમાર ગઈ તા.૧૪-૮-૨૩ના દિને બાઈક પર જતા હતા ત્યારે હીરાના કારખાના પાસે એક મોટરે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બંને પિતા-પુત્રના મૃત્યુ નિપજ્યા હતા. તેમના વારસોએ વળતર મેળવવા અરજી કરી હતી. તે અરજીમાં બંને પક્ષ વચ્ચે રૂા.૫૧ લાખ ૩૦ હજારમાં સમાધાન થયું છે.

જામનગરના મુરલીધર નગરમાં રહેતા અભય ચંદુલાલ દાણીધારીયા અને તેમના પત્ની, પુત્ર મોટરમાં જામનગર આવતા હતા ત્યારે કાલાવડના ટોડા ગામ પાસે એક મોટર ટકરાઈ પડતા અભયભાઈ તેમજ તેમના પત્ની-પુત્રને ઈજા થઈ હતી. તેઓએ વળતર મેળવવા અરજી કરી હતી. તે અરજીનું લોક અદાલતમાં સમાધાન થયું છે. વીમા કંપનીએ રૂા.૧ લાખ ૯૦ હજાર ચૂકવવા કોલ આપ્યો છે.

જામનગરના મોટી બાણુગાર ગામના નારણભાઈ કારાભાઈ પરમાર પોતાના બાઈકમાં અલીયાબાડા પાટીયા પાસેથી જતા હતા ત્યારે એક મોટરે ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા નારણભાઈનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. તેમના વારસોએ કરેલી અરજીમાં વીમા કંપનીએ રૂા.૬ લાખ ૭૫ હજારમાં સમાધાન કર્યું છે. ત્રણેય કિસ્સામાં અરજદારો તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ, મિલન ખાણધર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh