Advertisement
Author: નોબત સમાચાર

પૂ. જીગ્નેશદાદાના કંઠે ભાગવત કથાનું આયોજન

હળવદના જોબનપુત્રા પરિવાર દ્વારા

જામનગર તા. ૭: હળવદ (જિલ્લો મોરબી) ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા મયુર નગરમાં ત્રિભોવનદાસ જોબનપુત્રાના શતાયુમાં મંગલ પ્રવેશ નિમિત્તે તેમજ સર્વે પિતૃઓના મોક્ષાર્થે તા. ૦૯-૦૫-૨૪થી તા. ૧૫-૦૫-૨૪ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

વ્યાસાસને સુપ્રસિદ્ધ યુવા કથાકાર પૂ. જીગ્નેશદાદા (રાધે રાધે) કથાનું રસપાન કરાવશે.

તા. ૦૯-૦૫ના બપોરે ૩ વાગ્યે ભવાની માતાજીના મંદિરેથી પોથીયાત્રા નીકળશે. તા. ૧૨-૦૫ના વામન જન્મ, શ્રી રામ જન્મ, નંદ ઉત્સવ (કૃષ્ણ જન્મ), તા. ૧૩-૦૫ના ગીરીરાજ ઉત્સવ, તા. ૧૪-૦૫ ના શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણિ વિવાહ તથા તા. ૧૫-૦૫ના કથાની પૂર્ણાહુતિ થશે. તા. ૧૦-૦૫ના રાત્રે ૮ વાગ્યે રાસ ગરબા થશે. તા. ૧૧-૦૫ના રાત્રે ૮ વાગ્યે હળવદના સુંદરકાંડ પરિવાર દ્વારા સંગીતમય સુંદરકાંડ પાઠ થશે. જ્યારે તા. ૧૩-૦૫ના રાત્રે ૮ વાગ્યે નિધિબેન ધોળકીયા તથા કલાકારો દ્વારા શ્રીનાથીજીની ઝાંખી, ઠાકોરજી પધાર્યા મારે ઘેરનો સત્સંગનો કાર્યક્રમ યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh