Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૦૦થી વધુ શેરોમાં ૫% સુધી લોઅર સરકીટ વાગી
મુંબઈ તા. ૭: આજે સવાર નજીવા સુધારા સાથે બજાર ખૂલ્યા પછી સેન્સેક્સ ૪૨૨ પોઈન્ટ તૂટ્યો છે, અને નિફટીમાં પણ ઘટાડો નોંધાયો છે.
વીઆઈએક્સ ઈન્ડેક્સમાં રેકોર્ડ ઉછાળાના પગલે શેરબજારોમાં વોલેટિલિટી વધી છે. સેન્સેક્સ નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ ૭૪ હજારની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ બાદમાં સતત ઘટાડો નોંધાતા ૧૦.૪૧ વાગ્યે ૪૨૨.૬૬ પોઈન્ટ તૂટી ૭૩૪૭૪ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફટી ૧૧૯.૬પ પોઈન્ટ તૂટી રર૩ર૩.૦પ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે લોકસભા ચૂંટણી ર૦ર૪ ના ત્રીજા તબક્કાનું મતદાન છે. ગાઝા સીઝફાયરના પગલે મધ્ય-પૂર્વમાં ફરી પાછો તણાવ વધ્યો છે. સ્થાનિક સ્તરે પણ માર્કેટ ઓવરવેલ્યૂ બનતાં રોકાણકારો હવે પ્રોફિટ બુકિંગના મૂડમાં છે. સામાન્ય રીતે લોકસભા ચૂંટણી દરમિયાન વોલેટિલિટી જોવા મળતી જ હોય છે.
બીએસઈ ખાતે આજે ર૦૬ શેરોમાં પ ટકા સુધી લોઅર સર્કિટ વાગી હતી. ૧૮૪ શેરોમાં અપર સર્કિટ સાથે ૧૫૭ શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતાં. બીએસઈમાં ટ્રેડેડ ૩૬૩૬ સ્ક્રિપ્સમાંથી ૧૨૦૩ સુધારા અને ૨૨૮૬ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. રોકાણકારોની મૂડી ૩.૩૯ લાખ કરોડ તૂટી છે.
સ્મોલ કેપ અને મીડકેપ શેરોમાં આજે ૧% થી વધુ ઘટાડો નોંધાયો છે. મેરિકો ૮.પ૭%, ડાબર પ.૮૩%, હિન્દુસ્તાન યુનિલીવર ૪.૭૪% સુધારા સાથે એફએમસીજી ઈન્ડેક્સ ર.ર૪% ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે. એફએમસીજી સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial