Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ છ મહિના પહેલાં જ થયા હતા લગ્નઃ
ખંભાળિયા તા. ૭: ખંભાળિયાના એક યુવાન પોતાના સાળા સાથે બાઈકમાં જતાં હતા ત્યારે ચાલુ વાહને તેઓને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેઓને હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા પરંંતુ બચાવી શકાયા નથી. હજુ છ મહિના પહેલાં જ આ યુવાનના લગ્ન થયાનું જાણવા મળી રહ્યું છે. ખંભાળિયામાં જ એક સપ્તાહમાં હૃદયરોગના હુમલાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે.
થોડા સમયથી યુવાવર્ગમાં વધેલા હૃદયરોગના પ્રમાણે ભારે ચિંતા જન્માવી છે. તેમાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવા વર્ગમાં હૃદયરોગનું પ્રમાણ વધેલુ જોવા મળી રહ્યું છે. તે દરમિયાન ખંભાળિયામાં નવાપરા વિસ્તારમાં વસવાટ કરતા નયનભાઈ બેડીયા (ઉ.વ.રપ) નામના યુવાનને ચાલુ વાહને હૃદયરોગનો હુમલો આવતા આ યુવાનનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે.
આ યુવાન પોતાના સાળા સાથે બાઈકમાં જઈ રહ્યા હતા. પાછળ બેસેલા નયનભાઈને છાતીમાં દુખાવો ઉપડતા તેમના સાળાએ બાઈક ઉભુ રાખી તરત જ નયનભાઈને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ સારવાર શરૂ કરી હતી. તેમ છતાં આ યુવાનને બચાવી શકાયા નથી.
ગયા ડિસેમ્બર મહિનામાં જ નયનભાઈના લગ્ન થયા હતા. બહારગામ ફરવા જવાનું હાલમાં આયોજન કરી રહેલા નયનભાઈને હૃદયરોગનો હુમલો ભરખી જતાં તેમના પરિવાર તથા સતવારા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, જામખંભાળિયામાં હૃદયરોગના હુમલાનો એક અઠવાડિયામાં ત્રીજો બનાવ સામે આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial