Advertisement
Author: નોબત સમાચાર

દાતાની ગોળાઈમાં બાઈક પરથી પડી ગયા પછી નાના માંઢાના આચાર્યનું મૃત્યુ

માથામાં ગંભીર ઈજા થયા પછી હતા સારવારમાં:

ખંભાળિયા તા. ૭: ખંભાળિયાના દાતા ગામની ગોળાઈમાં પાંચેક દિવસ પહેલાં બાઈક પરથી પડી ગયેલા નાના માંઢા ગામની તાલુકા શાળાના આચાર્યને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેઓનું સારવાર દરમિયાન આજે મૃત્યુ થયું છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા દાતા ગામની ગોળાઈમાં પાંચેક દિવસ પહેલાં બાઈક પરથી પડી ગયેલા શંકરભાઈ ખોયાભાઈ સોલંકી નામના પ્રૌઢનું માથામાં ઈજા થયા પછી સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામમાં આવેલી તાલુકા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શંકરભાઈ સોલંકી પાંચેક દિવસ પહેલાં દાતાની ગોળાઈમાં બાઈક પરથી પડી ગયા હતા. આ વેળાએ તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા શંકરભાઈનું આજે નિધન થયું છે. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh