Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહોળા મતદાન માટે અપીલો કરાઈઃ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ, ગુજરાતના સી.એમ. તથા રાષ્ટ્રીય નેતાઓએ કર્યું વોટીંગ
અમદાવાદ તા. ૭: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થઈ રહેલા મતદાન દરમિયાન ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાના સર્વોચ્ચ નેતાઓએ મતદાન કર્યું હતું. જુદા જુદા સ્થળેથી મતદાન મથકો પર દિગ્ગજોએ મતદાન કર્યા પછી મતદારોને બહોળા મતદાનની અપીલ કરી હતી.
આજે ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યો, બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં પણ ચૂંટણીને લઈ દિગ્ગજ રાજકીય નેતાઓ તેમના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલે સુરતના ભટારની ઉત્તર ગુજરાત શાળામાં મતદાન કર્યું હતું. સી.આર. પાટીલની સામે કોંગ્રેસમાંથી નૈષદ દેસાઈ ઉમેદવાર છે. રાજકોટના રાજવી માધાંતાસિંહે મિન્ટેજ કારમાં મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પુત્ર અનુજ સાથે શિલજની પ્રાથમિક શાળામાં આજે મતદાન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલની સાથે અનેક ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતાં. લોકસભા ચૂંટણી ર૦ર૪ માટે આજે ગુજરાતની રપ સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે રપ સીટ પર ભાજપ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ પ વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ ર૬૬ ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે ર૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શિલજમાં મતદાન કર્યું હતું. સાથે લોકો પણ મતદાન કરે તેવી અપીલ કરી હતી.
આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ પ વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. ત્યાં પણ પૂર્વમંત્રી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું છે.
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને પોરબંદરના મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું છે. ત્રીજો તબક્કો ગુજરાત માટે ખાસ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણાં વીવીઆઈપી મતદારોએ ગુજરાતમાં મતદાન કર્યું છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવાર સાથે મતદાન કરવા પહોંચી ગયા હતાં, અને તેમણે રાજકોટની અનિલ જ્ઞાન મંદિર મતદાન મથકે મતદાન કર્યું હતું. સાથે લોકો પણ મતદાન કરે તેવી અપીલ કરી હતી.
તમામ દિગ્ગજોએ મતદાન કર્યા પછી મતદારોને સાંજ સુધીમાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલો કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial