Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્થામાં ૨૨૮ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે ટ્રેનિંગઃ
જામનગર તા. ૨૦: જામનગરમાં સગુન ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ દ્વારા નર્સિંગ કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સંસ્થામાં હાલમાં ૨૨૮ વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સનો અભ્યાસ કરી રહ્યા છે. જામનગરમાં હાલમાં બે જ સંસ્થાને સરકાર દ્વારા નર્સિંગ કોર્સ કરાવવાની પરવાનગી આપવામાં આવી છે. જેમાં સગુન ઈન્સ્ટિટયૂટ દ્વારા જીએનસી, આઈએનસીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરકારની માન્યતાથી એએનએમ અને જીએનએમ તેમજ બીએસસીના વિદ્યાર્થીઓ માટે કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે.
આ બાબતે ગઈકાલે ટ્રસ્ટી અને આરાધના એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના ડાયરેકટર જગદીશભાઈ જાડફવા, આ ટ્રસ્ટના અન્ય ડાયરેકટર અને ટ્રસ્ટી ડો. વિકલ્પ શાહ, સગુન ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગના ડાયરેકટર ડો. મનિષ ભટ્ટ, એડવોકેટ અશોકભાઈ નંદા, ડો. જોગીન જોષી દ્વારા વિગતો આપવામાં આવી હતી.
આ ઈન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેકનિકલ તથા પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે લેબોરેટરી સહિતની સુવિધાઓ આપવા ઉપરાંત જી.જી. હોસ્પિટલ, જાંબુડા, સીએચસી, દરેડ, પીએસસી અને લાખાબાવળ તેમજ વસઈમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ સંસ્થાનું તમામ કોર્સમાં છેલ્લા બે વર્ષથી ૯૦ ટકાથી વધુ પરિણામ પ્રાપ્ત થયું છે. અઢી દાયકાથી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા અનુભવી ટ્રસ્ટીગણનું માર્ગદર્શન હેઠળ આ સંસ્થાના વિદ્યાર્થીઓ લોકસેવા તથા દર્દી નારાયણની સેવા માટે તૈયાર થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial