Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વારંવાર સર્જાતી સમસ્યાનો ઉકેલ લાવવામાં નગરપાલિકા નિષ્ફળ!
ખંભાળીયા તા. ૨૦: ખંભાળીયા શહેરમાં ગઈકાલે જોધપુર ગેઈટ વિસ્તારમાં મેઈન ગટરમાં કોઈ વસ્તુ ફસાતા ગટર છલકાતા રસ્તા પર વગર ચોમાસાએ પાણી-પાણી થઈ જતા દુકાનદારો તથા રાહદારી, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતાં. છેવટે પાલિકાના સફાઈ તંત્રએ ગટરની અડચણ દૂર કરતા ગટરનું પાણી પૂર્વવત થયું હતું. જો કે આ મેઈન ગટર હોય બંધ થવાની સાથે જ નાનું ઝરણું વહે તેમ પાણી રસ્તાની બન્ને તરફ ફરી વળે છે. શહેરમાં આ મેઈન વિસ્તાર હોય તથા અહીંથી પ્રવેશ કરીને જ શહેરના અન્ય વિસ્તારોમાં જવાનું થતું હોય આ વિસ્તારમાં છાશવારે ગટરમાં લીલા નાળિયેર જેવી વસ્તુઓ ફસાવીને ઈરાદાપૂર્વક ગંદકી ફેલાવવા કૃત્ય કરતા હોય તેવું પણ બહાર આવેલું હોય કડક તપાસ કરી પગલાની માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial