Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના વીરપરમાં સસરા તથા ત્રણ સાળાએ છરી વડે બનેવીની કરી નાખી હત્યા

પત્નીને પરત મોકલવાનું કહેતા કરાયો હુમલોઃ બંને પક્ષે કરી ફરિયાદઃ આઠ સામે ગુન્હોઃ

જામનગર તા. ૨૦: જામજોધ૫ુરના વીરપર ગામમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં ગઈકાલે બઘડાટી બોલી ગઈ હતી. બે જૂથ સામ સામા આવી જતાં એક યુવાનની હત્યા થઈ હતી અને ચારને ઈજા થઈ હતી. મૃતક યુવાનના પત્ની બે વર્ષથી રિસામણે હતા. તેઓએ પત્નીને પરત મોકલવા સાળા તથા સસરાને કહેતા છરી વડે તૂટી પડેલા ચાર શખ્સે આ યુવાનની હત્યા કરી હતી તથા તેના બે સંબંધીને ગંભીર ઈજા પહોંચાડી હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ આઠ સામે ગુન્હો નોંધી બંદોબસ્ત ગોઠવ્યો છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ પાસે આવેલા વીરપર ગામમાં જાણધરી માતાજીના મંદિર પાસે ગઈકાલે ગઢવી ચારણ સમાજનો ધાર્મિક પ્રસંગ યોજવામાં આવ્યો હતો. તેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના સાત વીરડાનેસના વતની અને હાલમાં જામજોધપુરના માલવડાનેસમાં રહેતા વીરાભાઈ પાલાભાઈ ટાપરીયા (ઉ.વ.૨૬) તથા અન્ય વ્યક્તિ ભાગ લેવા આવ્યા હતા.

ઉપરોક્ત પ્રસંગમાં વીરાભાઈને જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લાલપર ગામના નાથા માંડણભાઈ વિરમ મળ્યા હતા. થોડા વર્ષ પહેલાં નાથાની બહેનના લગ્ન વીરાભાઈ સાથે થયા હતા. તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતાં બે વર્ષ પહેલાં વીરાભાઈના પત્ની પોતાના પિતા માંડણભાઈ આલાભાઈના ઘેર ચાલી ગયા હતા. ત્યારપછી બંને પરિવાર વચ્ચે વેરનું વાવેતર થયું હતુંં.

તે દરમિયાન ગઈકાલના કાર્યક્રમમાં વીરાભાઈ પોતાના સાળા નાથા માંડણને જોઈ જતાં તેઓએ પોતાની પત્નીને પરત મોકલવા કહ્યું હતું. તેથી બોલાચાલી થઈ હતી. આ વેળાએ મામલો ઉગ્ર બની જતાં નાથા તેમજ તેના ભાઈ પૂના માંડણ, રાજુ માંડણ, પિતા માંડણ આલાએ છરી વડે હુમલો કરી વીરાભાઈને માર માર્યાે હતો અને રાજુ માંડણે પોતાની બોલેરો દોડાવી તેની ઠોકર વીરાભાઈને મારી દીધી હતી. આ વેળાએ વચ્ચે પડનાર માંડણ સામત, વીજસુર પર પણ છરી વડે હુમલો કરાયો હતો.

ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જેમાં વીરાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. ગંભીર ઈજા પામેલા માંડણ સામત તથા વીજસુરને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. મૃતકના પિતા પાલાભાઈ સાજણભાઈ ટાપરીયાએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી છે.

આ ફરિયાદની સામે વિસાવદરના લાલપરના માંડણ આલા વિરમે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા મુજબ જમાઈ વીરા  પાલાએ પોતાની પત્નીને તેડી જવા માટે વાત કરતા માંડણ આલા તથા તેમના પુત્રોએ સાસરિયે ત્રાસ અપાતો હોવાનું કહી તેણીને પિયર પરત ન મોકલવાનું કહેતા મામલો બીચક્યો હતો. પાલા સાજણ, વીજસુર પાલા, માંડણ સામત, જીવા સામત ટાપરીયાએ ઉશ્કેરાઈને છરી, લાકડી વડે હુમલો કરી માર માર્યાે હતો. ઈન્ચાર્જ પીએસઆઈ એસ.પી. ગોહિલે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ હાથ ધરી છે. આ બનાવ પછી જ્યાં ધાર્મિક કાર્યક્રમ ચાલુ હતો ત્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh