Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવારમાં નિપજ્યું મૃત્યુઃ
જામનગર તા. ૨૦: કાલાવડના ખરેડી ગામમાં રહેતા એક યુવાનના પત્ની પોતાના પિયર ચાલ્યા જતાં માઠું લાગી આવવાથી આ યુવાને કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતા મહેશભાઈ જેઠાભાઈ બથવાર નામના ૩૫ વર્ષના યુવાનના પત્ની થોડા દિવસ પહેલા કોઈ કારણથી પોતાના પિયર રહેવા ચાલ્યા ગયા હતા.
આ બાબતનું માઠું લાગી આવતા શનિવારે સવારે મહેશભાઈએ પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ વાલજીભાઈ જેઠાભાઈ બથવારે પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસના જમાદાર આર.વી. ગોહિલે અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial