Advertisement
Author: નોબત સમાચાર

જામનગર રોડ પહોળો કરવાની કામનો વિરોધઃ મનપાની ટીમ દોડી

રણજીતસાગર રોડ-બાયપાસથી શાલીગ્રામ હોસ્પિટલના માર્ગે

જામનગર તા. ર૦: જામનગર રણજીતસાગર માર્ગે રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન સ્થાનિક દુકાનદારોએ વિરોધ પ્રદર્શિત કરતા મહાનગરપાલિકા ઉચ્ચ અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી અને વાતચીતથી સમજાવટ કરતા મામલો થાળે પડ્યા પછી કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી હતી.

જામનગરમાં રણજીતસાગર રોડ, લાલપુર બાયપાસથી શાલીગ્રામ હોસ્પિટલ તરફ ર૦ મીટર રોડ પહોળો કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ ર૦૦ મીટર રોડમાં કામગીરી સમયે સ્થાનિક વેપારી, દુકાનદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

આ અંગેની જાણ થતા જ સિટી એન્જિનિયર ભાવેશ જાની, એસ્ટેટ શાખાના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દિક્ષીત, દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળી તેમજ યુવરાજસિંહ ઝાલા, અનવર ગજ્જણ વગેરે દોડી ગયા હતાં અને વાતચીત તેમજ સમજાવટથી મામલો થાળે પાડ્યા પછી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh