Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાપાલિકાની ફૂડ શાખાએ ચેકીંગ કરી અખાદ્ય પદાર્થો નષ્ટ કર્યા : મસાલાના નમૂના લીધા

ફાસ્ટફૂડ, હોટલ, રેસ્ટોરન્ટ, ખાદ્ય પદાર્થો, ઠંડાપીણાના વિતરકોની સઘન તપાસણીઃ સાવચેતી રાખવા સૂચનાઓ અપાઈ

જામનગર તા. ર૦: જામનગર મનપાની ફૂડશાખા અચાનક જ વધુ સક્રિય થઈ ગઈ અને ખાદ્ય-પેટા પદાર્થોના વિતરકોને ત્યાં સઘન ચેકીંગ કર્યુ. આ દરમિયાન કેટલાક નમૂના લઈને લેબમાં મોકલ્યા અને કેટલાક અખાદ્ય જથ્થાનો નાશ કર્યો.

જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ  વિસ્તારમાં માંથી  કુલ ૬ ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે -આણંદની લેબોરેટરી માં મોકલવામાં આવ્યા.  જેના પૃથ્થકરણ રિપોર્ટ આવે થી આગળની  નિયમો હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે. આ.ઉપરાંત અમુક ખાદ્ય પદાર્થ નાં.જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો.

કપીલ એજન્સી કિચન કીંગ મસાલા (એવરેસ્ટ બ્રાન્ડ) લાખોટા તળાવ પાસે , વાસુદેવ સ્ટોર ચણા મસાલા (એમડીએચ બ્રાન્ડ) કે.વી.  રોડ,  બાલાજી માર્કેટિંગ પનીર ટીક્કા મસાલા મિક્ષ (સુહાના બ્રાન્ડ) સ્વામિનારાયણનગર , ઠક્કર સેલ્સ એજન્સી પાવભાજી મસાલા (બાદશાહ બ્રાન્ડ) ગ્રેઇન માર્કેટ,  જેન્તીલાલ એન્ડ બ્રધર્સ ધાણાજીરૃં પાવડર (હાથી બ્રાન્ડ ) ગ્રેઇન માર્કેટનાં નમુંના લેવામાં આવ્યા હતાં.

જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ. દ્વારા અલગ-અલગ વિસ્તાર મા આવેલ ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળો  એ રૂબરૂ ઇન્સપેક્શન  દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા.તેમજ પ્રિન્ટેડ પસ્તી નહી વાપરવા અંગે સૂચના આપવામાં આવી હતી.  જય ભોલે રેસ્ટોરન્ટ (નાગનાથ ગેઈટ) માંથી૧૦ કિલો મંચુરિયન , ૨ કિલો આટા, ૧ કિલો બોઈલ શાકભાજી , ૩ કિલો નૂડલ્સ , ૫ કિલો સોસ નાશ નો નાશ કરવા મા આવ્યો હતો. રાજુભાઈ ઢોસાવાલા (મહાપ્રભુજી બેઠક રોડ) માંથી  ૫ કિલો મંચુરિયન, ૩ કિલો ભાત , ૪ કિલો નૂડલ્સ, ૧ કિલો ડ્રેગન પોટેટો વાસી જણાતા તેનો નાશ કરાવાયો હતો.

મિથુનભાઈ તન્ના (ગૃહ ઉધોગ, અટલ રેસીડેન્સી આવાસ (લાલવાડી ) ને દિ-૪ મા વેપાર રેસીડન્સી વિસ્તાર માંથી ઇન્ડસ્ટ્રીયલ એરિયા મા લઇ જવા નોટીશ આપવા આવી હતી.

મહાવીર કુલ્ફી આઈસક્રીમ અને હિતુલાલા રજવાડી ને (હરિયા સ્કૂલ બાજુમાં)  સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા સૂચના આપી હતી.

જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના પંચેશ્વર ટાવર નજીક આવેલ કિશોર રગડાવાલા અને મહાલક્ષ્મી ચોક મા આવેલ દીનું મારાજ ભેલવારા નામની પેઢી લાયસન્સ ન ધરાવતી હોવાથી ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીસ પાઠવી તે અંગે તાકીદ કરવામાં આવી.હતી

ઉનાળાની સીઝનને અનુલક્ષીને કેરીનું વેચાણ કરતાં વિક્રેતા ને ત્યાં  રૂબરૂ ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવેલ જેમાં એડલ્ટન્ટ તરીકે વપરાતું કેલ્શિયમ કાર્બાઇડ કોઈ જગ્યા એ મળી આવેલ નથી તેમજ તમામ ગોડાઉન માલિકો ને પરમીટેડ ઇથીલીન ના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવા આવી હતી.

જેમાં  યુસુફભાઈ નુરમામદ( કેરી ગોડાઉન) મોચીસાર નો ઢાળીયો, અબ્દુલ રજાક મીરચી, યુસુફ ઘાણીવારા સીદીક યુસુફ હુસેન, યુનુસભાઈ ગની , અખ્તર લાકડાવારા (સુભાષ માર્કેટ), સાજીદ ટીટોડી, શાહિદબાબુ , સબ્બીર, સલીમ મીરચી, સલીમ કેળાવારા , મહમદ ફારૂક અયુબભાઇ, ઇકબાલ હાજી ગફાર અફજલ ટીડાનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh