Advertisement
Author: નોબત સમાચાર

કચ્છના લખપત પાસે ૩.૪ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

કેન્દ્રબિંદુ લખપતથી ૬૦ કિ.મી. દૂર

ભૂજ તા. ૨૦: કચ્છની ધરા ધરતીકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી અને સવારે ૧૦:૩૦ વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર લખપતથી ૬૦ કિમી દૂર જણાયું હતું.

કચ્છના લખપત પાસે ૩.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સવારે ૧૦-૩૬ વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો. તેમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી ૬૦ કિ.મી દૂર રહ્યું છે.

કચ્છના પેટાળમાં ઉષ્મા ઉપાર્જિતની ઘટનામાં વધારો થતો હોય તેમ વર્તમાન સમયમાં ધરતીકંપના આંચકા આવી રહ્યા છે. જેમાં કચ્છની ધરા ધરતીકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી.

અગાઉ મહિનાની શરૂઆતમાં સાંજે ૭-૪૧ મિનિટે રાપરથી ૧૮ કિમી. દૂર ભચાઉ તાલુકાના કંથરોટ ગામ નજીક ડુંગરાળ વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીમાં નોંધાયો હતો. જોકે, સ્થાનિકે આંચકાની ખાસ અસર વર્તાઈ ન હતી.

ગયા મહિનાથી આજ દિન સુધીની વાત કરીએ તો ભૂકં૫ ઝોન ૫માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકા સતત પોતાની હાજરી પૂરાવતા રહે છે. સદ્ભાગ્યે આફ્ટર શોકના કારણે જાનમાલની કોઈ જ નુકસાની પહોંચતી નથી. પરંતુ લોકમાનસમાં ભૂકંપનો ભય બની રહે છે. છેલ્લા એક માસ દરમ્યાન આવેલ આંચકા પર નજર કરીએ તો વર્તમાન માસની તા. ૪ ના સવારે ૯-૧૨ મિનિટે ૩.૭ અને તા. ૨૭ ના માંડવી નજીક ૨.૮ ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. લગાતાર આવતા રહેતા આંચકાનો સિલસિલો આજદિન સુધી યથાવત રહેવા પામ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh