Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચમા તબક્કામાં અનેક મોટા માથાઓની કિસ્મત દાવ પર
નવી દિલ્હી તા. ૨૦: લોકસભા ૨૦૨૪ની ચૂંટણી અત્યારસુધીમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. અને પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે પાંચમા તબક્કામાં જે ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. તેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત ઘણા હાઈપ્રોફાઈલ ચહેરાઓનો સમાવેશ થાય છે. આજે અનેક દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. ત્યારે સૌની નજર આ બેઠકો પર રહેશે.
ઉત્તરપ્રદેશની લખનૌ લોકસભા બેઠક આ ચૂંટણીમાં અતિપ્રિય બેઠક બની રહી છે. રક્ષામંત્રી રાજનાથસિંહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રાજનાથસિંહે આ બેઠક જીતી હતી, ૨૦૧૯માં આ બેઠક પર ૫૪.૭૮ ટકા મતદાન નોંધાયું હતું. સમાજવાદી પાર્ટી (સપા)એ રવિદાસ મેહરોત્રાને જ્યારે બહુજન સમાજ પાર્ટીએ સરવર મલિકને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં રાયબરેલી લોકસભા બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક છે. રાજ્યની આ એકમાત્ર બેઠક હતી જ્યાં ૨૦૧૯માં કોંગ્રેસ જીતી હતી. ત્યારે સોનિયા ગાંધી અહીંથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. સોનિયા ગાંધી હવે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે અહીં દિનેશ પ્રતાપસિંહને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. એમએલસી દિનેશ પ્રતાપ હાલ યોગી સરકારમાં મંત્રી છે. ૨૦૧૯માં કોંગ્રેસના સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક પર ભાજપના દિનેશ પ્રતાપને હરાવ્યા હતા. ગત ચૂંટણીમાં અહીં. ૫૪.૦૮ ટકા મતદાન થયું હતું.
કેન્દ્રીય મંત્રી અને અમેઠીના હાલના સાંસદ સ્મૃતિ ઈરાની ફરીએકવાર અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસે ગાંધી પરિવારના નજીક કેએલ શર્મને આ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. બસપા એ અહીં નન્હેસિંહ ચૌહાણને પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. ૨૦૧૯માં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં અહીં. ૫૪.૦૮ ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બિહારની હાજીપુર લોકસભા બેઠક આ ચૂંટણીની લોકપ્રિય બેઠકોમાંથી એક છે. અહીંથી એલજીપી ના ચિરાગ પાસવાન એનડીએ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આરજેડીએ હાજીપુર બેઠક પર શિવચંત્ર રામને ટિકિટ આપી છે. શિવચંદ્ર બિહાર સરકારમાં ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એલજેપીના પશુપતિ પારસે હાજીપુર બેઠક પરથી જીત મેળવી હતી. ગત ચૂંટણીમાં અહીં ૫૫.૨૬ ટકા મતદાન થયું હતું.
કાશ્મીરના ખીણમાં પહાડો પર બરફ પડી રહ્યો હોવા છતાં અહીં રાજકીય ગરમાવો છે. પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા કાશ્મીરની બારામુલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.જેના કારણે આ બેઠક પર ખાસ બની છે. ઓમરનો સામનો મહેબૂબા મુફ્તી પાર્ટી પીડીપીના ફૈયાઝ અહેમદ સામે છે. ગત ચૂંટણીમાંઆ બેઠક નેશનલ કોન્ફરન્સના અકબરલોને જીતી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં અહીં ૩૪.૦૬ ટકા મતદાન નોંધાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial