Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા પાલિકા વિસ્તારમાં શહેરીજનોને પાલિકા દ્વારા હાલ બે દિવસે એક વખત એટલે કે એકાતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખંભાળિયા શહેરમાં ૬પ ટકા વિસ્તારમાં ઘી ડેમમાંથી તથા ૩પ ટકા વિસ્તારમાં ફૂલવાડી વોટર વર્કસમાંથી પાણી અપાય છે. ઘી ડેમની હેઠળ ઘી ડેમ વોટરવર્કસના કૂવા હોજમાંથી પાલિકા મહિનાઓ સુધી પાણી મેળવે છે. ચોમાસું નજીક આવતા તેમાં પાણી ખૂટી જતાં, ઓછું થઈ જતાં ઘી ડેમમાંથી સીધું પાણી લેવું પડે છે જે હાલ તળિયાની સ્થિતિમાં હોય, આ પાણી સુધી લઈને ફિલ્ટર પ્લાન્ટમાં નાખીને વિતરણ થતાં ડહોળું પાણી આપવાની ફરિયાદો થતા તથા પાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા માટે નર્મદાના પાણીની જરૂરત હોય, પાલિકા દ્વારા આગોતરા આયોજનરૂપે ગત્ એપ્રિલ માસમાં જ સાડાત્રણ એમ.એલ.ડી. પાણી રોજ આપવા માંગી કરી હતી. ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમે આ બાબતે તુરત જ રાજ્યના પા.પુ. મંત્રી તથા દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા પા.પુ. તંત્રના ઉચ્ચ અધિકારીઓને જણાવતા ચારેક દિવસમાં નર્મદાનું પાણી ખંભાળિયા પાલિકાને મળતું થઈ જશે. પા.પુ. બોર્ડના નાયબ કાર્ય. ઈજનેર બારોટ દ્વારા હાલ ખંભાળિયામાં આવતા નર્મદાના ૧૪/૧પ એમ.એલ.ડી. પાણીમાં થોડો વધારો થાય તેવું કરીને રોજનું ર/૩ એમ.એલ.ડી. તથા વધુ પાણી ઉપરથી આવે ત્યારે વધુ ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી શહેરીજનોને ચિંતા કરવાની જરૂર નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial