Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અઝરબૈજાનના પ્રવાસ દરમિયાન બની હતી દુર્ઘટનાઃ કાટમાળ મળ્યો
નવી દિલ્હી તા. ર૦: ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે અને વિદેશમંત્રીએ પણ જીવ ગુમાવ્યો છે.
મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંબંધો અત્યંત તણાવપૂર્ણ બન્યા છે તેવા સમયે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર રવિવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું મોત થયું છે અને તેમની સાથે વિદેશ મંત્રીએ પણ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનિય છે કે, આજે રેસક્યુ ટીમને ૧૭ કલાક પછી દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો હતો.
આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પ્રમુખ ઈબ્રાહિમ રઈસી ઈરાનના અઝરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતાં. ત્યારપછી હેલિકોપ્ટરના હાર્ડ લેન્ડિંગની આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ ૬૦૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાનની સરહદે આવેલા જુલ્ફા શહેરની નજીક બની હતી.
સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર ઈરાનના વિદેશમંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝહરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ અને અંગરક્ષકો પણ રઈસી સાથે મુસાફરી કરી રહ્યા હતાં.
મહત્ત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતાં જેમાંથી બે સુરક્ષિત પરત ફર્યા હતાં, પરંતુ તે હેલિકોપ્ટર પરત કર્યું નહતું જેમાં ઈબ્રાહિમ રઈસીની સાથે ઈરાનના વિદેશમંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અજરબૈજાન પ્રાંતના ગવર્નર માલેક રહમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી આલે-હાશેમ પણ સવાર હતાં. આ ત્રીજુ હેલિકોપ્ટર ઈરાનના પૂર્વ અજરબૈજાન પ્રાંતમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.
ઈમરજન્સી ટીમ પૂર્વ અજરબૈજાનમાં તે સ્થળ પર પહોંચી હતી જ્યાં રાષ્ટ્રપતિ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. ઈરાન અને અજરબૈજાન પોતાના સંબંધો સુધારવા માટે અજરબૈજાનમાં સામૂહિક ડેમનું નિર્માણ કરી રહ્યું છે. આ ત્રીજો બંધ હતો. જેનું ઉદ્ઘાટન કરવા માટે ઈબ્રાહિમ રઈસી અજરબૈજાન ગયા હતાં. ઉદ્ઘાટન કાર્યક્રમ માટે તેમને અજરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવે આમંત્રણ આપ્યું હતું.
દુઃખની ઘડીમાં ભારત ઈરાનની સાથેઃ પી.એમ. મોદી
ઈરાની રાષ્ટ્રપતિના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, ત્યારે આ દુઃખદ ઘડીમાં પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે ઈસ્લ્મિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડો. સૈયદ ઈબ્રાહિમ રાયસીના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખી અને આઘાત લાગ્યો છે. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના. આ દુઃખની ઘડીમાં ભારત ઈરાનની સાથે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial