Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પં. બંગાળમાં શરૂઆતથી જ લાંબી લાઈનો લાગીઃ ૬૯૫ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં થઈ રહ્યું છે કેદઃ ચુસ્ત બંદોબસ્ત
નવી દિલ્હી તા. ૨૦: આજે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં બપોર સુધીમાં સરેરાશ ૪૬ ટકા જેવું મતદાન નોંધાયું છે. કેટલાક સ્થળે સવારથી જ લાંબી કતારો લાગી હતી, આજે ૪૯ બેઠક માટે ૮.૯૫ કરોડ મતદારોને ૬૯૫ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાની તક મળી છે, તેથી મહત્તમ મતદાનની અપીલો કરાઈ રહી છે.
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે ૮ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૪૯ સંસદીય બેઠક માટે મતદાન શરૂ થયું છે. ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે.
આ તબક્કામાં ઉત્તર પ્રદેશની ૧૪, મહારાષ્ટ્રની ૧૩, પશ્ચિમ બંગાળની ૭, ઓડિશાની ૫, બિહારની ૫, ઝારખંડની ૩, જમ્મુ-કાશ્મીરની ૧ અને લદ્દાખની ૧ બેઠક પર મતદાન થઈ રહ્યું છે.
આ તબક્કામાં ૬૯૫ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. તેમાંથી સૌથી વધુ ૨૬૪ ઉમેદવારો મહારાષ્ટ્રના છે. જ્યાં તમામ ૧૩ બેઠક પર ચૂંટણી થવાની છે. બીજા ક્રમે ઉત્તર પ્રદેશની કુલ ૧૪ બેઠક પર ૧૪૪ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. લદ્દાખની એક સીટ પરથી ઓછામાં ઓછા ત્રણ ઉમેદવાર ચૂંટણી લડ્યા છે.
આજે ૫ાંચમા તબક્કામાં ૮ કરોડ ૯૫ લાખથી પણ વધુ મતદારો ૯૪૭૩૨ મતદાન મથકો પર મત આપશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કેટલાક મતદાન કેન્દ્રમાં મતદાન સમાપ્ત થવાના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. લોકસભાના પાંચમા તબક્કાની ૪૯ લોકસભા બેઠકો માટે કુલ ૬૯૫ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ઓડિશાની ૩૫ બેઠક માટે ૨૬૫ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભાની કુલ ૧૪૭ બેઠક છે. જેમાંથી ૧૩ મે ના પ્રથમ તબક્કા હેઠળ ૨૮ બેઠક પર મતદાન થયું હતું.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન અને સુરક્ષા કર્મચારીઓને મતદાન કેન્દ્રો સુધી પહોંચાડવા માટે ૧૭ વિશેષ ટ્રેન, ૫૦૮ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચમા તબક્કામાં જે આઠ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસદીય બેઠકો માટે મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની ૧૪, મહારાષ્ટ્રની ૧૩, પશ્ચિમ બંગાળની ૭, ઓડિશા અને બિહારની ૫-૫, ઝારખંડની ૩ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની ૧-૧ બેઠક સામેલ છે.
વડાપ્રધાન, સેલીબ્રીટીઝ તથા સંતો દ્વારા મહત્તમ મતદાનની અપીલો કરાઈ રહી છે. આજે મતદાન દરમિયાન ચૂંટણી બંદોબસ્ત ગોઠવાયો છે.
ચૂંટણીપંચના આંકડાઓ મુજબ ૮ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૪૯ લોકસભા મત વિસ્તારોમાં ૮.૯૫ કરોડ મતદારો ૯૪,૭૩૨ મતદાન મથકો પર મતદાન થશે. આ લોકો ૬૯૫ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરી શકશે. જેમાં ૪.૬૯ કરોડ પુરૂષો, ૪.૨૬ કરોડ મહિલાઓ અને ૫૪૦૯ ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં ૪૯ સંસદીય બેઠકમાંથી ૩૯ સામાન્ય શ્રેણી, ૩ અનુસૂચિત જનજાતિ અને ૭ અનુસૂચિત જાતિ બેઠકો છે. ઓડિશા વિધાનસભાની ૩૫ બેઠકમાંથી સામાન્ય વર્ગ માટે ૨૧, અનુસૂચિત જનજાતિ માટે ૮ અને અનુસૂચિત જાતિ માટે ૬ બેઠક છે.
દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છેઃ આરબીઆઈ ગવર્નર શશીકાન્ત દાસ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાન્ત દાસે મુંબઈમાં પોતાનો મત આપ્યો હતો. વોટિંગ કર્યા પછી, શશીકાન્ત દાસે કહ્યું કે, આ દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે, દેશના દરેક મતદારોએ આ દેશની ચૂંટણીમાં ભાગ લેવો એ ગૌરવની વાત છે. હું આ માટે ચૂંટણી પંચ અને તમામ અધિકારીઓને અભિનંદન આપવા માગુ છું. હું શક્ય તેટલી વહેલી તકે મત આપવા માટે સૌથી વધુ વિનંતી કરું છું.
એક સીઆરપી જવાનનું મૃત્યુઃ બંગાળમાં ઘર્ષણ
પાંચમા તબક્કામાં એકંદરે બપોર સુધી શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. કેટલાક સ્થળે અપવાદરૂપ ઘટનાઓ બની છેઃ જેમાં યુપીના મહોબામાં ફરજ પર હાજર સીઆરપી જવાનના મૃત્યુથી શોક છવાયો છે. પ. બંગાળના કેલાક વિસ્તારોમાં વિવિધ રાજકીય પક્ષોના કાર્યકર વચ્ચે ઘર્ષણના અહેવાલો છે.
કેટલા દાગીઃ કેટલાક ઉમેદવારો કરોડપતિ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસએ પાંચમા તબક્કામાં ચૂંટણી લડી રહેલા તમામ ૬૯૫ ઉમેદવારોના એફિડેવિટ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, ૬૯૫ ઉમેદવારો માંથી ૧૫૯ (૨૩%) ઉમેદવારો કલંકિત છે. આ કેસોમાં અલગ અલગ કેસો ચાલી રહ્યા છે. તે જ સમયે, ૨૨૭ ઉમેદવારો એવા છે જેમણે પોતાને કરોડપતિ જાહેર કર્યા છે. પાંચમા તબક્કામાં દરેક ઉમેદવારો પાસે સરેરાશ ૩.૫૬ કરોડ રૂપિયાની સંપત્તિ છે. એનસીપી (શરદ જૂથ)ના બે ઉમેદવારો પાસે સૌથી વધુ સંપત્તિ રૂ. ૫૪.૬૪ કરોડ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial