Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે નવાગામ, બેડી અને સોલેરિયમ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે

નર્મદા પાઈપલાઈન અને વાલ્વ મરામત કામગીરી માટે

જામનગર તા. ર૦: જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદીમાં જણાવ્યું છે કે, તા. ર૦-પ-ર૦ર૪ ના નર્મદાની પાઈપ લાઈન તથા વાલ્વ રીપેરીંગ અને પાઈપ લાઈનને લગત આનુસાંગિક કામગીરી કરવાની હોવાથી મંગળવાર તા. ર૧-પ-ર૦ર૪ ના જામનગર શહેરમાં પાણી વિતરણ કરતા નવાગામ-ઘેડ, બેડી, સોલેરીયા ઝોન વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેવા પામશે.

નવાગામ-ઘેડ ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો માટેલ ચોક, રાજરાજેશ્વરી, ગાયત્રીનગર, જલારામનગર, શિવમ એસ્ટેટ, ગાયત્રીનગર, વિનાયક પાર્ક, ક્રિષ્ના પાર્ક, શક્તિ પાર્ક, નવજીવન, પટેલવાડી, નિર્મણનગર, ભોળેશ્વર, રામેશ્વરનગર, સંસ્કાર દીપ, ગાયત્રી શેરી નં. ૧,ર,૩, નંદન પાર્ક, બાપુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, ૮૦ ક્વાર્ટર મધુરમ રેસીડેન્સી વિગેરે વિસ્તારો, બેડી ઝોન-બી હેઠળ આવતા જોડિયા-ભૂંગા, માધાપર-ભૂંગા, ગરીબનગર, પાણાખાણ નવી લાઈન, દિવેલીયા ચાલી, જુનુ પાણાખાણ, નવું પાણાખાણ, સલીમ બાપુના મદ્રેશા વિગેરે વિસ્તાર.

સોલેરિયમ ઝોન-બી હેઠળ આવતા ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-૧ થી પ, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, શાંતીનગર, શાસ્ત્રીનગર, લાલબહાદુર સોસાયટી, પટેલ કોલોની ૧ થી ૧ર મંગલબાગ ૧ થી ૪, આહીર બોર્ડીંગ પુનાતર હોસ્પિટલવાળો વિસ્તાર વિગેરે તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

ઉપરોક્ત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લઈને સહકાર આપવા વિનંતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh