Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, મોબાઈલ લેવાયા કબજેઃ
જામનગર તા. ૨૦: જામનગરના વિભાજી સ્કૂલ રોડ પરથી શનિવારે રાત્રે પોલીસે એક શખ્સને મોબાઈલમાં આઈડી પરથી જુગાર રમતો પકડી પાડ્યો છે. તેણે કપાત લેતાં શખ્સનું નામ આપ્યું છે.
જામનગરના વિભાજી સ્કૂલ રોડ પર શનિવારે રાત્રે એક શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.
ત્યાંથી પંચેશ્વર ટાવર નજીકની વંડાફળીમાં સ્પર્શ એપાર્ટમેન્ટમાં રહેતા જય અતુલભાઇ શાહ મળી આવ્યા હતા. આ શખ્સ પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના પરથી શનિવારની ચેન્નાઈ સુપરકિંગ તથા રોયલ બેંગ્લોરની ક્રિકેટ ટીમ વચ્ચે રમાતી મેચ પર સટ્ટો રમતા મળી આવ્યા હતા. પોલીસે તેના કબજામાંથી રોકડ, એક મોબાઇલ મળી કુલ રૂ. ૨૪,૪૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જય શાહે પોતાની પાસેથી કપાત લેતા ખોજા નામના શખ્સનું નામ આપ્યું છે. બંને સામે સિટી-એ ડિવિઝનમાં ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial