Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ ડિવિઝનલ મેનેજરની કચેરી દ્વારા
રાજકોટ તા. ૨૦: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનના ત્રણ કર્મચારીનું રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ કચેરી, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ટ્રેક્શન ઓપરેશન વિભાગના કર્મચારીઓને માર્ચ-૨૦૨૪ મહિનામાં રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં મહેશચંદ મીણા (સ્ટેશન સુપ્રિ. અમરસર), આશારામ મીણા (સ્ટેશન માસ્ટર), વાગડીયા) અને રામ પ્રવેશકુમાર (લોકો પાયલોટ ગુડ્સ, સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે. ઉપરોક્ત રેલવે કર્મચારીઓ બે ટ્રેનમાં સ્પાર્કીંગ જોવું, ટ્રેનમાં અસામાન્ય અવાજ જોવું અને ગેસ વહન કરતી માલગાડી ટ્રેનના વેગનનું ઉપરનું ઢાંકણું ખૂલ્લું જોવા જેવી ઘટનાઓ જોઈને ત્વરીત કાર્યવાહી કરી હતી. આ રેલવે કર્મચારીની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે રાજકોટ ડિવિ.ના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના, સિનિયર ડિવિ. ઓપરેશન મેનેજર આર.સી. મીણા અને મદદનીશ ડિવિઝનલ એન્જિનિયર (ટ્રેક્શન) સતપાલ ભગત ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial