Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરમાં જુગારના દરોડામાં ચાર પકડાયાઃ એક ફરારઃ
જામનગર તા. ૨૦: જામનગરના દરબારગઢ વિસ્તારમાં એકીબેકી બોલી જુગાર રમતા બે શખ્સ ઝડપાયા છે. નંદનવન પાર્કમાંથી ત્રણ, બેડી અને માંડાસણમાંથી પણ ત્રણ-ત્રણ શખ્સ ગંજીપાના કુટતા મળી આવ્યા છે. જામજોધપુરમાં જુગાર રમતા ચારને પોલીસે પકડી લીધા હતા, એક નાસી ગયો હતો.
જામનગરના દરબારગઢ બહાર આવેલા ૫ાંચ હાટડી વિસ્તારમાં શનિવારે બપોરે જાહેરમાં ઊભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી બે શખ્સ જુગાર રમી રહ્યા હોવાની બાતમી પરથી દરબારગઢ પોલીસચોકીના સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચના અને પીએસઆઈ વી.આર. ગામેતીના વડપણ હેઠળ દરોડો પાડતા ત્યાંથી અજય લક્ષ્મણભાઈ પરમાર, મોઈઝ અબ્બાસ હડીયાણાવાળા નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૧૦,૩૯૦ રોકડા કબજે કર્યા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નંદનવન પાર્કની શેરી નં.૨માં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના યોગેન્દ્રસિંહ, વિજય કાનાણીને મળતા પીઆઈ એમ.એન. ચાવડાની સૂચનાથી દોડી ગયેલા પોલીસ કાફલાએ ત્યાંથી રોહિત દિનેશભાઈ ત્રિવેદી ઉર્ફે જીંજલા, ભાવીરાજસિંહ ભરતસિંહ પિંગળ તથા અજમેરી મહંમદ યાકુબ ફકીર નામના ત્રણ શખ્સને પકડી લઈ પટમાંથી રૂ. ૧૦,૧૯૦ ઝબ્બે લીધા છે.
જામજોધપુર શહેરમાં નેશનલ પેટ્રોલપંપ પાછળ ગઈરાત્રે જાહેરમાં તીનપત્તી રમતા મહેન્દ્ર વિઠ્ઠલભાઈ ઉર્ફે જીકા વરાણીયા, બાવનજી નાગજીભાઈ ખાંટ, હરેશ ભવાનભાઈ ચૌહાણ, રાજેશ ભાણજીભાઈ પોપટ નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ. ૧૧,૬૮૦ રોકડા, ચાર મોબાઈલ મળી કુલ રૂ. ૩૫,૬૮૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. એક શખ્સ નાસી જવામાં સફળ થયો છે.
જામનગરના બેડીના થરી વિસ્તારમાં શનિવારે રાત્રે તીનપત્તી રમતા શબ્બીર જાકુ સુમારીયા, રમઝાન હનીફ જેડા, ગુલામ આમદ ચમડીયા નામના ત્રણ શખ્સને બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે રૂ. ૧૮૮૦ રોકડા સાથે પકડી પાડયા હતા.
જામજોધપુરના માંડાસણ ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા હરેશ લાલજીભાઈ બેડવા, વજુભાઈ સામતભાઈ મકવાણા, કિશોર રામાભાઈ બેડવા નામના ત્રણને પોલીસે રૂ. ૬૪૩૦ સાથે ઝડપી લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial