Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ૧૦ શહેરોમાં ધગધગતી ગરમીઃ તાપમાનનો પારો ૪૪ ડીગ્રીને પાર

આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેરઃ

અમદાવાદ તા. ર૦: ગુજરાતના ૧૦ શહેરોમાં પારો ૪૪ ને પાર પહોંચ્યો છે, જ્યારે આગામી પાંચ દિવસ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે.

ગુજરાતમાં ધગધગતી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે ૧૦ શહેરમાં ૪૪ ડીગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હિંમતગનરમાં ૪૬.ર ડીગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩ થી વધુ રહેવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ છે.

આમ હજુ પાંચ દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહિંવત્ છે. આજે હિંમતનગર ઉપરાંત ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં પણ ૪૪ ડીગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા ૧.ર ડીગ્રીનો જ્યારે રાજકોટમાં ૪૪.૧ ડીગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૪.૭ ડીગ્રી વધ્યું હતું. રાજકોટમાં આગામી રપ મે સુધી તાપમાન ૪પ ની આસપાસ જ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ અમદાવાદમાં ગરમી સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે. અમદાવાદમાં ૧૬ મી એ ૪૩.૬, ૧૭ મીએ ૪૪.ર, ૧૮ મેએ ૪૪.પ ડીગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. જેની સરખામણીએ આજે ૪૪.૯ ડીગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા પ.૩ ડીગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં રપ મી સુધી તાપમાન ૪પ ની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરેલી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ર૪ મી પછી અમદાવાદમાં ગરમીનો પારો ૪૭ ડીગ્રી સુધી પહોંચી શકે છે. ગત રાત્રિએ અમદાવાદમાં ૩૧.ર ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતા ૩.૭ ડીગ્રી વધ્યું હતું. આમ, રાતના પણ ગરમીનો અનુભવ થયો હતો. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન પાંચ ડીગ્રી વધ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh