Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈકોમાં નુકસાન થતાં પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૨૦: જામનગરના વિજરખી ગામ પાસે શનિવારે એક ટ્રક તથા ઈકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મોટરને નુકસાન થયું હતું. મોટરચાલકે અકસમાત સર્જયાની અને ટ્રકચાલકે કોઈ શખ્સે ટ્રકમાં પથ્થર ઝીંકી કાચ ફોડી નાખ્યાની ફરિયાદ કરી છે.
રાજકોટમાં આવેલી બેડી ચોકડી નજીક ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા મૂળ મધ્ય પ્રદેશના જાંબુવા જિલ્લાના ચોર માંડલી ગામના વતની ગજરાજ કેરમસિંઘ ડાવર નામના ટ્રક ડ્રાઇવર શનિવારે બપોરે ત્રણેક વાગ્યે જામનગર-કાલાવડ રોડ પર આવેલી વિંજરખી ગામની ગોળાઈમાંથી પોતાનો જીજે-૩-બીઝેડ ૪૨૦૩ નંબરનો ટ્રક લઈને જતા હતા ત્યારે સામેથી આવતી જીજે-૧૦-ડીએ ૩૨૧૩ નંબરની ઇકો મોટરમાં ડ્રાઇવરની બાજુમાં બેસેલા એક શખ્સે રસ્તા પરથી પથ્થર ઉપાડીને ગજરાજની ટ્રકમાં માર્યો હતો જેના કારણે કાચમાં રૂ. ૨૫૦૦નું નુકસાન થયું હતું. ગજરાજે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોેંધાવી છે.
જામનગરના રાંંદલનગર વિસ્તારમાં રહેતા અને ફરસાણની ફેરીનો વ્યવસાય કરતા જય રાકેશભાઈ ભટ્ટ નામના યુવાને વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ગયા શનિવારે તેઓ પોતાની ઈકો મોટરમાં જામનગર તરફ આવતા હતા ત્યારે વિજરખી ગામની ગોળાઈમાં જીજે-૩-બીઝેડ ૪૨૦૩ નંબરના ટ્રકના ચાલકે ઠોકર મારી મોટરમાં નુકસાન સર્જયું હતું. પોલીસે તે ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial