Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ડો. જયશંકર, હરદીપસિંહ પુરી, કેજરીવાલ તથા સ્થાનિક દિગ્ગજોએ કર્યું મતદાનઃ ત્રિપાંખિયો જંગઃ આઠમીના મતગણતરી
નવી દિલ્હી તા. પઃ આજે દિલ્હી વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને આદર્શ આચારસંહિતાના અમલ વચ્ચે કેટલીક ફરિયાદો પણ ઊઠી રહી છે. દેશની રાજધાની હોવાથી ત્યાં રહેતા અનેક દિગ્ગજો તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મતદાન કર્યું છે. આજે સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી હતી. ૭૦ બેઠકો માટે ૭૦૦ જેટલા ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે. ૮ મી ના મતગણતરી છે.
દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો પર આજે (પ ફેબ્રુઆરી) થી મતદાન શરૂ થઈ ગયું છે. વરિષ્ઠ નેતાઓ સહિત સામાન્ય લોકોએ સવારે ૭ વાગ્યાથી જ મતદાન કરવાનું શરૂ કરી દીધું છે. આ ચૂંટણીમાં ૧.પ૬ કરોડ મતદારો ૭૦૦ જેટલા ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની હરિફાઈમાં કોણ જીતે છે તેનો નિર્ણય આજે મતપેટીમાં બંધ થશે. ત્રિપાંખિયો જંગ છે.
૧૩,૭૬૬ મતદાન મથકો ૫ર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થવાનું છે. આ માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે ભાજપ રપ વર્ષથી વધુ સમયથી સત્તાથી દૂર છે અને જીતવા માટે સખત પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસ ગુમાવેલ મેદાન ફરી પાછું મેળવવા પ્રયાસ કરી રહી છે. છેલ્લી બે ચૂંટણીમાં પાર્ટી એક પણ સીટ જીતવામાં સફળ રહી નથી.
લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકનો ભાગ રહેલા પાંચ પક્ષો દિલ્હી ચૂંટણીમાં એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે. આમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બધી ૭૦ બેઠકો પર આમને-સામને છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાએ ૬ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસવાદી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્ક્સવાદી લેનિનવાદીએ ર-ર બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.
ભાજપે ૬૮ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. ગઠબંધન પક્ષોને બે બેઠકો આપવામાં આવી છે. આમાં જનતા દળ-યુનાઈટેડએ બુરારીથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે અને લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસએ દેવલી બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે.
મહારાષ્ટ્રમાં ભાજપનો સાથી પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ૩૦ બેઠકો પર ચંુટણી લડી રહી છે. શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બધી બેઠકો પર ભાજપને ટેકો આપ્યો છે.
આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી ૭૦ બેઠકો પર અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન ૧ર બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ચૂંટણીના પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મેએ ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રિય વિદ્યાલયમાં મતદાન કર્યું. આમ આદમી પાર્ટીના નેતા અને જંગપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ઉમેદવાર મનિષ સિસોદિયાએ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના લેડી ઈરવિન સિનિયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન મથક મતદાન કર્યું. તેમના પત્ની સીમા સિસોદિયાએ પણ આ મતદાન મથક પર મતદાન કર્યું હતું.
વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને તેમના પત્ની ફ્યોકો જયશંકરે એનડીએમસી સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ હ્યુમુનિટીઝ તુધલક કેસન્ટમાં મતદાન મથક પર મતદાન કર્યું. કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરીએ તેમના પત્ની લક્ષ્મી પુરી સાથે આનંદ નિકેતનની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં મતદાન કર્યું. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ મોતી બાગ મતદાન મથક પર તેમની પત્ની સાથે મતદાન કર્યું. ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે જનપથ સ્થિત મતદાન મથક પર મતદાન કર્યું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મતદાન કરવા માટે નિર્માણ ભવન મતદાન મથક પહોંચ્યા અને અહીં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી, કેજરીવાલ સહિતના અન્ય દિગ્ગજોએ પણ મતદાન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મતદારોને ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે બધી બેઠકો માટે મતદાન થશે. હું અહીંના મતદારોને લોકશાહીના આ ઉત્સવમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા અને પોતાનો કિંમતી મત આપવા વિનંતી કરૂ છું. આ પ્રસંગે પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્છાઓ. યાદ રાખો- પહેલા મતદાન, પછી નાસ્તો!
ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય રાજધાની આજે તમામ ૭૦ વિધાનસભા બેઠકો માટે મતદાન કરીને પોતાની નવી સરકારની પસંદગી કરશે. દિલ્હીમાં સ્પર્ધા ત્રિકોણિય છે. જેમાં ર૦રપ ની દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ મેદાનમાં છે.
અરવિંદ કેજરીવાલની આપ સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવા માટે લડી રહી છે, જ્યારે ભાજપ ર૭ વર્ષથી રાષ્ટ્રીય રાજધાનીમાં સત્તામાં નથી. ૧પ વર્ષ સુધી દિલ્હી પર શાસન કરનાર કોંગ્રેસ દિલ્હી વિધાનસભા પર પોતાનો ખોવાયેલો નિયંત્રણ પાછો મેળવવા માટે ચૂંટણી લડી રહી છે. છેલ્લા અહેવાલો મુજબ બ૫ોર સુધીમાં ૪૦ ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે.
છેલ્લા અહેવાલો મળ્યા, તે મુજબ કેટલાક સ્થળે આચારસંહિતા ભંગની ફરિયાદો ઊઠી છે, તો પોલીસ સામે આમ આદમી પાર્ટીએ ગંભીર આરોપો લગાવ્યા છે, તો બીજી તરફ પરસ્પર ફરિયાદોનો દોર ચાલી રહ્યો હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial