Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૪ ઉમેદવારોએ આ પ્રકારની માહિતી આપી નથી
નવી દિલ્હી તા. પઃ દિલ્હીની ચૂંટણીના ૧૧૮ ઉમેદવારો ગુન્હાહીત રેકોર્ડ ધરાવે છે, અને તે પૈકી ર૪ ઉમેદવારોએ ક્રિમિનલ રેકોર્ડની જાણ કરી નથી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ૧૧૮ ઉમેદવારો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે, તે પૈકી ર૪ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રક ભરતી વખતે પોતાની સામેના ક્રિમિનલ રેકોર્ડની જાણ પણ ચૂંટણીપંચને કરી નહોતી, કે તેમના પક્ષ દ્વારા પણ તેમના ગુન્હાહીત રેકોર્ડ બાબતે કોઈ ખૂલાસો કરાયો નહોતો, એમ ચૂંટણી સંબંધિત અધિકારો ઉપર કામ કરતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક (એડીઆર) સંસ્થાએ આજે કહ્યું હતું.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૬૯૯ ઉમેદવારોએ પોતાનું અજમાવવા ઝંપલાવ્યું છે. ૭૦ બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભાની ચૂંટણી આજે છે અને મતગણતરી ૮-ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. એડીઆર દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણી-ર૦રપ શીર્ષક ધરાવતો એક વિગતવાર રિપોર્ટ જાહેર કર્યો હતો.
ફોર્મેટ સી-૭ આધારિત આ રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ કરાયો હતો કે, સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જે ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેમ છતાં તેઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે તો સંબંધિત રાજકીય પક્ષોએ તે માટેના ઉચિત કારણો રજૂ કરવા ફરજીયાત છે, તેમ છતાં ઘણાં રાજકીય પક્ષો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા પોતાના ઉમેદવારને ક્યા કારણોસર ચૂંટણી લડાવી રહ્યાં છે તેનો ખૂલાસો કે સ્પષ્ટતા કરી નથી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ૬૯૯ ઉમેદવારો પૈકી ૧૧૮ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરતી વખતે પોતાની સામે પેન્ડીંગ રહેલાં ક્રિમિનલ કેસોની જાહેરાત કરી હતી, જે પૈકી ૭૧ ઉમેદવારોની સામે તો ભ્રષ્ટાચાર, કોમી રમખાણો કરાવવા અને હિંસક અથડામણો કરાવવા જેવા ગંભીર આરોપ મૂકાયા છે. ૯૪ ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરાયા છે. પરંતુ બાકીના ર૪ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારીપત્રક ભરતી વખતે પોતાની સામે રહેલા પેન્ડિંગ ક્રિમિનલ કેસ અંગે ચૂંટણીપંચને કોઈ માહિતી આપી નહોતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial