Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ વરસોથી બનાવેલી શાક માર્કેટના ગાલા ભાડે લેવા કોઈને રસ નથી

હરાજીમાં મોળો પ્રતિસાદ

ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા પાલિકા દ્વારા તાજેતરમાં આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે દુકાનોના શોપીંગ સેન્ટરની જાહેર હરાજી કરીને પોણા નવ કરોડની આવક કરી હતી, તે પછી પોર ગેઈટ પાસે શોપીંગ સેન્ટરની જેમ જ વર્ષોથી બનાવી રાખેલી શાક માર્કેટના ૩૯ ગાલાઓની હરાજી માટેની જાહેર પ્રક્રિયા કરીને તા. રપ-ર-ર૦રપ ના જાહેર હરાજી સુખડીની રકમ ભરીને રોજનું રૂ. ૧૦૦ ના ભાડાથી રાખેલ પણ ખૂબ જ મોળો પ્રતિસાદ મળ્યો છે.

કુલ ૩૯ ગાલાઓ છે, પણ ર૦ જેટલા પણ ઉત્સુકો ડિપોઝિટ ભરવા તૈયાર ના થતા આવતીકાલની હરાજી નિષ્ફળ જવા સંભવ છે.

નવાઈની વાત એ છે કે, પાર્કિંગની સુવિધા વગરની અને અત્યંત ભીડવાળી જગ્યા પરની બજારની માર્કેટમાં ગાલાઓ પાંચ-સાત લાખમાં મંગાય છે. અને અહીં દોઢ-બે લાખ 'સુખડી' માં રોજના ૧૦૦ રૂપિયા ભાડામાં પણ કોઈ તૈયાર થતુ નથી. ભૂતકાળમાં કોરોનામાં વિનામૂલ્યે આ ગાલા અપાયા હતાં, પણ કોઈ જતું નહીં, જો અહીં વિકસાવવામાં આવે તો આ શાક માર્કેટ ખૂબ જ સારી રીતે ચાલે તેમ છે, અને બહારગામના લોકો મોટી સંખ્યામાં અહીં ખરીદી કરવા આવે તેવું છે, અથવા સુખડી ભાડાને બદલે વેંચાણ થાય તો કદાચ આ માર્કેટના ગાલા વેંચાય તેવું છે. પાલિકાની આર્થિક સ્થિતિ સુધારવાનો આ માટે અગાઉ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh